Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગોંડલ તાલુકાના ભાદર-૧ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના ને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ

રાજકોટ:અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે, આથી ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારિયા, ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી અને વરસડા, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના ને, ભૂખી અને ઉમરકોટ ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

(6:47 pm IST)