Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ૩ થી ૪ ઇંચ વરસાદ

બાબાપુર, ગાવડકા, ગોપાલગ્રામ, ભંડારીયા મોટા આંકડીયા, જાળીયા સહિતના વિસ્તારોમાં મેઘમહેર

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી, તા. ૧૬ : અમેરલી તાલુકામાં આજ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા તથા કચ્છ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી છવાય હતી.

અમરેલી તાલુકા બાબાપુર, ગાવડકા, નવા બીજરવ, તરવડા, ગોપાલગ્રામ, ભંડારીયા, જાળીયા, મોટા માંડવડામાં આજ વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રણ થી ચાર ઇંચ પાણી ડી જતા ખેતરોમાં પાણી વહેતા થતા હતા  અને ભારે વરસાદ પડતા વીજળી ગુલ થઇ હતી અને જયારે નદી-નાળા ફરી છલકાયા હતા અને ફતેપુર ચાંપાથળ, વિઠ્ઠલપુર, પીઠવાગામ, તળકતળાવ, શાપુપરા, પાંટ, પંથકમાં તેમજ ચિતલથી અમરેલી વચ્ચે ગ્રામ વિસ્તારોમાં આજે સવારથી ૧ થી ૧ાા ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.  તેમજ મોટા આંકડીયામાં વહેલી સવારથી ૧૦ વાગ્યા સુધીમાં બે ઇંચ જેવા વરસાદ પડ્યો હતો. 

 

(3:16 pm IST)