Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના કાર્યાલય અને નિવાસસ્થાને ઉજવણી

તસ્વીરમાં જામનગર ખાતે રાઘવજીભાઈના કાર્યાલયે તેમજ ધ્રોલ ખાતેના તેમના નિવાસસ્થાને સમર્થકો ઉમટયા હતા અને ઉજવણી કરી હતી જે નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ :. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થતા હરખની હેલી છવાઈ છે. જામનગર ખાતે તેમના કાર્યાલયે તેમના સમર્થકો દ્વારા મંત્રીમંડળમા સમાવેશ બદલ ઉજવણી કરવામાં આવી હતી અને મિઠાઈનું વિતરણ કરાયુ હતું.

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલનો જન્મ તા. ૧ જૂન ૧૯૫૮ના રોજ થયો હતો. તેઓએ બી.એ. એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે.

૧૯૭૫થી ૧૯૮૨ સુધી તેઓ ધ્રોલ તાલુકા યુથ કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ, ૧૯૮૨થી ૧૯૮૯ જામનગર જિલ્લા યુથ કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ, ૧૯૮૭થી ૧૯૯૦ જિલ્લા પંચાયત લાલપુરના મેમ્બર તરીકે સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત અનેક વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ ગયા છે. હાલમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત જુદી જુદી સામાજિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ સેવા આપી રહ્યા છે.

રાઘવજીભાઈ પટેલના મો. નં. ૯૮૨૫૨ ૧૩૩૦૨, ૯૪૨૯૪ ૧૩૩૦૨ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહેલ છે.

(1:26 pm IST)