Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગર જિલ્લાના ૪૫ ગામોને પાણી પુરવઠો પૂર્વવત કરવા કામગીરી

જામનગર : જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પંપીંગ મશીનરીઓને નુકસાન થયેલ છે, જેને લીધે જામનગર તાલુકાના ૩ ગામો, લાલપુર તાલુકાના ૫ ગામો, ધ્રોલ તાલુકાના ૧૫ ગામો, જોડિયા તાલુકાના ૭ ગામો અને કાલાવડ તાલુકાના ૧૫ ગામોને જૂથ યોજના મારફત મળતો પાણી પુરવઠો ખોરવાઇ ગયેલ છે જે ગામો હાલ સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવે છે. આ નુકસાન થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરી રિપેરિંગની કામગીરી તાકીદના ધોરણે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.  આગામી ચાર દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી તમામ ૪૫ ગામોને જૂથ યોજના મારફત પાણી પુરવઠો ફરીથી મળતો થઈ જશે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, પાણી પુરવઠા બોર્ડ, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

(1:25 pm IST)