Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નાનાલખીયા ગામના યુવાનનું મોટરસાયકલ સ્લીપ થતા મોત

જામનગર, તા.૧૬: અહીં કેતન સોસાયટી, જોગર્સ પાર્ક સામે, આશાપુરા નિવાસમાં રહેતા યજુવેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, ઉ.વ.૩૭ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  આ કામે મરણજનાર સિરદયાભાઈ ગેમનીયાભાઈ માવડીયા, ઉ.વ.૩પ, રે. નાના લખીયા ગામ વાળા મોડપર પાટીયાથી પોતાની વાડીએ જતો હોય તે દરમ્યાન જુવાનસિંહ જાડેજાની વાડી પાસે મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથાના ભાગે ઈજા થતા જાહેર કરનાર યુજવેન્દ્રસિંહની ગાડીમાં બેભાન અવસ્થામાં હોય જેને સારવાર માં લઈ જતા મૃત્યુ પામેલ છે.

યુવાને ઝેરી દવા પી લેતા મોત

કાલાવડ તાલુકાના નાની ભગેળી ગામે રહેતા વનરાજભાઈ ગિજુભાઈ મકવાણા, ઉ.વ.૩૩, એ અનીલભાઈ ગિજુભાઈ મકવાણા, ઉ.વ.૩૬, રે. નાની ભગોળી ગામવાળા પોતાના ઘરે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી જતા સારવાર માં લઈ જતા મૃત્યુ પામેલ છે.

બેડી રોઝી જેટીની સામે લાશ મળી

અહીં બેડી ઈકબાલ ચોકમાં રહેતા ઓસમાણ ઉર્ફે અભુ આમદભાઈ સુમારીયા, ઉ.વ.૩૪ એ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  અજાણ્યો હિંદુ પુરૂષ, ઉ.વ.આ.૪૦ થી પ૦ વર્ષનો અકસ્માતે દરીયાના પાણીમા તણાય જતા ડુબી જવાથી મજકુરની લાશ બેડી રોઝી જેટીની સામે ખૂણા પાસેથી મળી આવેલ છે.

સાપ કરડી જતા પરણિતાનું મોત

જોડીયા તાલુકાના બોડકા ગામે રહેતા દિલીપભાઈ ટીહીયા ભાંભર, ઉ.વ.૩૦, એ જાહેર કરેલ છે કે, મંજુબેન દિલીપભાઈ ભાંભર, ઉ.વ.ર૬, રે. બોડકા ગામવાળા ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે તેના ડાબા પગમાં સાપ કરડી જતા ત્યારે તેના કાકા ના દિકરા કરણસિંહ ની ગાડી માં લઈ ઘરે જતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ પામેલ છે.

સેવક ભાટુડીયા ગામેથી મીલર ચોરી થયાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ ડાયાભાઈ ગોહીલ, ઉ.વ.૪૪, રે. ગોહીલવાસ, લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, અજાણ્યા ચોર ઈસમે ફરીયાદી કિશોરભાઈનું એસ.આર.કમ્પની નું મીલર કિંમત રૂ.૧૦,પ૦૦૦/– નું સેવક ભાટુડીયા ગામેથી ચોરી કરી લઈ ગયેલ છે.

દારૂ-જુગારના દરોડા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ કનુભાઈ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ–૪૯, આશાપુરા માતાના મંદિર તરફ જવાના રસ્તે કનૈયા ફરસાણવાળી ગલીમાં, જામનગરમાં આ કામના આરોપીઓ નીતીન ઉર્ફે ટકો જાદવજીભાઈ માંવ, દારૂની કાચની બોટલો નંગ–૩ જેની કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી સિઘ્ધાર્થ કોલોની, શેરી નં.–ર૩, આરોપી મયુર ઉર્ફે મયલો નારણભાઈ ચાવડા, દારૂની બે નંગ બોટલ જેની કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શંકર ટેકરીમાં જુગાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી, સિઘ્ધાર્થ કોલોની શેરી નં.૧૭, જામનગરમાં આ કામના આરોપીઓ મહેન્દ્રભાઈ ઉર્ફે મીલનભાઈ શંકરભાઈ ગોહીલ,  એ બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે અન્ય આરોપી ભરતભાઈ ખીમજીભાઈ ચાવડા, પ્રવિણભાઈ દેવજીભાઈ પીંગુલ, રૂ.૧૧,ર૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપીઓ બાબુભાઈ માધાભાઈ પરમાર, નિલેષભાઈ કિશોરભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે.

છરી વડે હુમલો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામદેવભાઈ દિપકભાઈ ચાવડા, ઉ.વ.ર૭, રે. જનતા ફાટક, જેકુરબેન સ્કુલ, ઈન્દીરા રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સાઢીયાપુલ વાળા રોડ ઉપર, ન્યારા પેટ્રોલપંપની પાછળ, ખુલ્લા પ્લોટ, જામનગરમાં ફરીયાદી રામદેવભાઈ એ પોતાનું મોટરસાયકલ લઈ લીલુ લેવા માટે જતા હતા ત્યારે આરોપીઓ કનુભાઈ વિક્રમભાઈ કંડોરીયા, દિનેશભાઈ વિક્રમભાઈ કંડોરીયા, વિક્રમભાઈ કેશુભાઈ કંડોરીયા, રે. બમથીયા ગામવાળા લોખંડના પાઈપ તથા છરી લઈ આવી ફરીયાદી રામદેવભાઈને આરોપી કનુભાઈ તથા દિનેશભાઈ એ લોખંડના પાઈપ વડે શરીરે ઈજા કરેલ તથા આરોપી વિક્રમભાઈ એ પોતાના હાથમાં રહેલ છરી વડે ફરીયાદી રામદેવભાઈને વાસામાં તથા જમના હાથમાં છરીના ઘા મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેર નામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઘરમાં પાણી ભરાય જતા બઘડાટી

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં રતુભા કેશુભા જાડેજા, ઉ.વ.૩૮, રે. નવાાગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ, પ્લોટ નં.૯, ફરીયાદી રતુભા ના રહેણાક મકાન પાસે ફરીયાદી રતુભા તથા સાહેદ બહાદુરસિંહ જાડેજા ને આરોપીઓ માંડણભાઈ વીસાભાઈ કોળી, ચેતન માંડણભાઈ કોળી, સામુબેન માંડણભાઈ કોળી ઓના ઘરમાં વરસાદના કારણે પાણી ભરાય જતું હોય જેથી આરોપીઓએ જાહેર રોડ ઉપર પારો બાંધેલ હોય જે પારાના કારણે ફરીયાદી રતુભાના ઘરે વરસાદનું પાણી ભરાય જતું હોય જેથી ફરીયાદી રતુભા એ પારો બોલી બુમાબુમ કરી આરોપી ચેતન માંડણભાઈ કોળી તથા સામુબેન માંડણભાઈ કોળી એ ઘરની બહાર આવી ફરીયાદી રતુભાને તથા સાહેદને ગાળો બોલી ફરીયાદી રતુભા તથા સાહેદ ઉપર પથ્થમારો કરી ફરીયાદી રતુભાને જમણા નેણ ઉપર હેમરેજ તથા આંખ નીચે ઈજા કરી તથા સાહેદને માથાના ડાબા ભાગે સામાન્ય ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

રોડના ખાડા બુરવાના કામમાં અવરોધ કરી માર્યા

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં શંભુપ્રસાદ વ્રઝકિશોર શાહ, ઉ.વ.ર૯, રે. એન.આર.ગોલાય ઘરમપુર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર પાટીયા પાસે ફરીયાદી શંભુપ્રસાદ ને આ કામના આરોપી અજીતસિંહ ભીખુભા જાડેજા એ ચામુંડા હોટલ પાસે ખાડા પડેલ છે તે બુરવાનું કહી તેના કામમાં ગેરકાયદેસર અવરોધ કરી ત્રણ–ચાર ઝાપટો મારી જાહેરમાં અશ્લીલ શબ્દો બોલી તથા સાહેદ અંકુરને લાકડી બતાવી માર મારવાની ધમકી આપી ફરીયાદી શંભુપ્રસાદ તથા સાહેદ અંકુરને  ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સતીયા ગામે દુકાનમાં હાથફેરો કરતો તસ્કર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાલાભાઈ વજુભાઈ તેજાભાઈ સબાડ, ઉ.વ.૪૦, રે. બસ સ્ટેન્ડ પાસે, સતીયા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  સતીયા ગામે મેઈન રોડ પર આવેલ ભભપુજા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા કરીયાણા ભંડારભભ નામની દુકાને કોઈ અજાણ્યો ચોર ઈસમે ઉપરનું સીમેન્ટનું પતરું તોડી દુકાનમાં અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ ચાલ ની ભુકીના પેકીંગ નંગ–૧૦ કુલ કિલો – પ, કિંમત રૂ.ર૦૦૦/– તથા આશરે ર૦ કિલો ખાંડ કુલ કિંમત રૂ.૮૦૦/– તથા પર્સલ ફાકી(માવા) નંગ–૩૦૦, કિંમત રૂ.૪પ૦૦/– તથા બાગબાન તમાકુની પડીકી કિંમત નંગ–૭૦૦, કિંમત રૂ.૩પ૦૦/– તથા તેલના પાંચ લીટરીયા કેન નંગ–૪, કિંમત રૂ.ર૪૦૦/– તથા તેલના એક લીટરીયા શીસા નંગ–૬, કિંમત રૂ.૭૮૦/– તથા વિમલ પાન મસાલાના પેકેટ નંગ–૯, કિંમત રૂ.૧૩પ૦/– તથા બોકસનો બાંધો નંગ–૧, કિંમત રૂ.ર૦૦/– તથા દુકાનના થડામા અલગ અલગ ખાનામાં રાખેલ હિસાબના રૂપિયા તથા માતાજીના ફાળાના રૂપિયા મળી રોકડા રૂપિયા ૧૧,૦૦૦/– એમ દુકાનમાં રાખેલ વેપારનો અલગ અલગ સામાનની કિંમત રૂ.૧પપ૩૦/– તથા રોકડા રૂ.૧૧,૦૦૦/– મળી કુલ કિમંત રૂ.ર૬પ૩૦/– ની ચોરી કરી ગુનો કરેલ છે.

(1:25 pm IST)