Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્તુ-ર ડેમ છલકાતા પાંચ દરવાજા ખોલતા જામરાવલ ફરતા પાણી ભરાયા

ગણેશ ઉત્સવમાં પાણી પાણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ :.. વર્તુ-ર ડેમ છલકાતા તેના પાંચ દરવાજા ખોલતા આ પાણી તથા સોરઠી ડેમ ઓવરફલોનું પાણી સતત ભેગું થતાં આ તમામ પાણીનો જથ્થો કલ્યાણપુર તાલુકાના જામ રાવલમાં ભેગો થતાં ચારે તરફ પાણી...પાણી... થઇ ગયું હતું જો કે ગત વર્ષે તથા આગલા વર્ષે જામ રાવલ બસ સ્ટેશનથી અંદર જ ના જઇ શકાય તેટલું પાણીના આવ્યું પણ ઠેરઠેર બે-બે ફુટ પાણી ફેલાયું હતું તેથી અનેક સ્થળે ગણેશ પંડાલો ઉત્સવોના સ્થળે પણ પાણી...પાણી.. થઇ જતાં છતાં ભકતો આરાધનામાં લાગ્યા હતા તો કેટલાયે સ્થળે પાણી ભરાતા લોકો ચાલી ના શકે તેવું થયું હતું તો કયાંક મૃત પશુઓ પણ પડયા હતા તો છીછરા બે ફુટ પાણીમાં બાળકો નાહવાની મોજ માણવા ઉમટી પડયા હતા જો કે ગત વર્ષે કરતા પ્રમાણમાં ઓછું આ પાણી પણ અન્ય વિસ્તારના લોકો માટે ખુબ ગણાય છે.

(1:23 pm IST)