Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કૃષિ યુનિસર્વિટી ખાતે ૪૨ પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ

જૂનાગઢ તા.૧૬: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢ અને ગોંડલ તાલુકાના ૪૨ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓનો તાલીમ કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી યોજાયો હતો.

આ પ્રસંગે ઉદ્દઘાટન વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ઙ્ગડો.એચ.એમ.ગાજીપરાના હસ્તે કરવામાં આવ્યું હતું. વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે,ઙ્ગઆજે આધુનિક યાંત્રિકીકરણને કારણે સમય-શકિતનો બચાવ કરી શકાય અને ખેતીખર્ચ દ્યટાડી સારી ગુણવત્ત્।ાવાળું ઉત્પાદન મેળવવા અનુરોધ કર્યો હતો.

તે ઉપરાંત વનીકરણ ઉપર પણ ભાર મુકયો હતો. આપણી પાસે રહેલ સંસાધનોનો સદઉપયોગ કરવો,ઙ્ગખેતી ખર્ચ દ્યટાડવો અને ઉત્પાદનની મૂલ્ય વૃધ્ધિ કરવી,ઙ્ગખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારીએ જેથી પૂરક આવક મેળવવી,ઙ્ગઆર્થિક સધ્ધરતાથીઙ્ગ કુટુંબની સુખાકારી વધારી શકાય ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓ સંબધિત તજજ્ઞતા અપનાવા ગુણવતા યુકત ખેતીની જાણ સૌને ઉત્પાદન કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પ્રો.પીન્કીબેન શર્માએ વધુમાં કહ્યું કે,ઙ્ગજમીનનું પૃથ્થકરણ કરાવી અને તેમનું ભલામણ પ્રમાણે ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં કપાસ અને મગફળી પાકમાં આવતા રોગ-જીવાત અને પશુપાલન અંગેની વિસ્તૃત માહિતી તેમજ કૃષિ યુનિવર્સિટીની શિક્ષણ,ઙ્ગસંશોધન અને વિસ્તરણ પ્રવૃત્ત્િ। અંગે વાકેફ કર્યા હતા. આ પ્રસંગે ડો.જી.આર.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

(1:21 pm IST)