Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઘેડની સ્થિતિનું નિરીક્ષણ કરતા રિબડીયા

 જુનાગઢ : છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી  ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું છે ત્યારે મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કર્યું પણ ઘેડ પથંકમાં હવાઈ નિરીક્ષણ નથી કર્યું ત્યારે વિસાવદર ભેસાણ ના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ને જાણ થતાં તાત્કાલિક ઘેડ પંથકમાં આગેવાનો સાથે મુલાકાત અને જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને ખેડૂતો ના ખેતરોમાં તેમજ ગામમાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને સરકાર પાસે માંગ કરી હતી કે જે ખેડુતોને નુકસાની થાય છે અન્ય બીજી કોઇ નુકસાની થય છે તેનું તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવામા આવે અને તેને સહાય ચુકવવામાં આવે. આં તકે જિલ્લા કિસાન કોંૅંગ્રેસ પ્રમુખ મનીષભાઈ નંદાણીયા  કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયા શહેર પ્રમુખ સમીરભાઈ પાચાણી જૂનાગઢ જિલ્લા વિરોધપક્ષના નેતા હમીરભાઇ ધૂળા જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી રિધમભાઈ ગોસ્વામી જયદીપભાઈ શીલું તેમજ સરપંચો આગેવાનો ગ્રામજનો જોડાયાં હતાં.

(1:17 pm IST)