Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સાવરકુંડલા નાગરીક સહકારી બેંક ઇતિહાસમાં પ્રથમ વખત સંપુર્ણ બોર્ડ બિનહરીફ

સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસો સફળ : ૧૧ ડીરેકટરો બિન હરીફ જાહેર

(અરવિંદ નિર્મળ-ઇકબાલ ગોરી દ્વારા) અમરેલી-સાવરકુંડલા, તા., ૧૬: અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના પ્રયાસો અને જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશીકભાઇ વેકરીયાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના ઇતિહાસમાં આજ રોજ સંપુર્ણ બોર્ડ પ્રથમ વખત બીનહરીફ જાહેર થયેલ છે. સેવાભાવી અને લોકસેવક એવા સ્વ. લલ્લુભાઇ શેઠ કે જેઓએ અનેક સંસ્થાઓ ઉભી કરી છે તે પૈકી સન. ૧૯પ૬માં તેઓએસાવરકુંડલા નાગરીક સહકારી બેંકની સ્થાપના કરેલ હતી. આજે બેંકને ૬૬ વર્ષ જેટલો સમય થયેલ છે. ત્યારે બેંકના ઇતિહાસમાં પ્રથમવાર સાવરકુંડલા નાગરીક સહકારી બેકના તમામ ૧૧ ડીરેકટરો બિનહરીફ  જાહેર થયેલ છે.

સાવરકુંડલા નાગરીક સહકારી બેંકની ચુંટણી માટે કુલ ૧૯ વ્યકિતઓએ ફોર્મ ઉપાડેલ હતા. જે પૈકી ૦૧ ફોર્મ રદ થયેલ હતું અને ૦૭ વ્યકિતઓએ બેકના હીતમાં ફોર્મ પરત ખેંચેલ હતા. જેથી બાકી રહેતા ૧૧ ઉમેદવારોમાં મહીલા અનામત કેટેગરીમાં (૧) ચેતનાબેન રવિન્દ્રભાઇ ધંધુકીયા અને (ર) મીનાબેન ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, અનુસુચીત જાતી-આદી જાતી કેટેગરીમાં (૧) ધીરજલાલ વેલજીભાઇ બગડા અને સામાન્ય કેટેગરીમાં (૧) પરાગકુમાર હર્ષદરાય ત્રિવેદી (ર) પ્રવિણકુમાર બાબુલાલ સાવજ (૩) રમેશભાઇ નાનજીભાઇ જયાણી (૪) ડો. કેશુભાઇ મુળજીભાઇ લાડવા (પ) વિજયકુમાર માવજીભાઇ ડોડીયા (૬) ભરતકુમાર અમૃતલાલ માનસેતા (૭) સંદીપકુમાર ચંદ્રકાંતભાઇ ભટ્ટ અને (૮) હીરેન કુમાર ચંદુલાલ સુચક બિનહરીફ જાહેર થયેલ છે.

(1:16 pm IST)