Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સાવરકુંડલા નાગરીક બેન્ક હવે બેન્કીંગ સેકટરમાં પ્રગતિના પંથે જશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૬: સાવરકુંડલા શહેરમાં આવેલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી દરમ્યાન તમામ બેંક ડિરેકટરો બિનહરીફ..!! વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય કોઈ વાત નહીં.. આ સૂત્રને બેંકીંગ સેકટરે સાર્થક કર્યું. ચૂંટણી અધિકારી તરીકે કેશુભાઇ વાદ્યેલાએ તમામ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયેલાં જાહેર થતાં પણ પૂર્ણ સંતોષ વ્યકત કર્યો હતો.ઙ્ગ

આઙ્ગ ચૂંટણી ઐતિહાસિક બની રહી..!!! તમામ ડિરેકટરો બિનહરીફ જાહેર થયાં!! . બેંક હવે વિકાસના પંથે જશે. કોરોના કાળમાં આ બેંકે વ્યાજના દરોમાં રાહત આપીઙ્ગ ફેરફાર પણ કર્યો હતો.આ તકે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ તેનાં સંબોધન દરમિયાન જણાવ્યું કે 'સાવરકુંડલા એ મારું હોમ ગ્રાઉન્ડ છે અને કોઈ પણ પ્રકારના વિકાસ કામો માટે પોતે સદાય તત્પર રહેશે'.ઙ્ગ સાવરકુંડલા શહેરનાં કોઈ પણ પ્રશ્ર્નો માટે સામાન્ય માણસ પણ ફરિયાદ કરશે તો તાત્કાલિક એના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેશે.

આ સંદર્ભે આજરોજ સાવરકુંડલા નાગરિક સહકારી બેંકનાં બિનહરીફ જાહેર થયેલાં ડિરેકટરો આ મુજબ છે

પરાગકુમાર હર્ષદરાય ત્રિવેદી, પ્રવિણકુમાર બાબુલાલ સાવજ, રમેશભાઇ નાનજીભાઈ જયાણી, ડો. કેશુભાઇ મૂળજીભાઈ લાડવા,ઙ્ગ વીજય કુમાર માવજીભાઈ ડોડિયા, ભરતકુમાર અમૃતલાલ માનસેતા, સંદીપકુમાર ચંદ્રકાંતભાઈ ભટ્ટ, હીરેનકુમાર ચંદુલાલ સૂચક, ધીરજલાલ વેલજીભાઈ બગડા, ચેતનાબેન રવીન્દ્રભાઈ ધંધુકિયા, મીનાબેન ધર્મેન્દ્રભાઈ ચૌહાણ..વગેરે આજરોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયાં હતાં. આ નિમિત્ત્।ે સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશીએ પણ તમામ ડિરેકટરોને બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં તો ભાજપ અગ્રણી શરદભાઈ પંડ્યાએ પણ આ અવસરને વધાવી તમામ ડિરેકટરોને શુભકામનાઓ પાઠવી હતી. આ તકે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ પણ તમામ બિનહરીફ ચૂંટાયેલા ડિરેકટરોને શુભકામનાઓ પાઠવી હતી. બિનહરીફ ચૂંટાયેલાં જાહેર થયેલ પ્રવિણભાઈ સાવજે પણ આ બેંકનો વહીવટી વધુ સુગમ અને સરળ કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું. તો બિનહરીફ ચૂંટાયેલાં પરાગભાઈ ત્રિવેદીએ પણ બેંકનીઙ્ગ કાર્યપદ્ઘતિને વધુ બહેતર બનાવવા માટે પ્રતિબદ્ઘતા વ્યકત કરી હતી. આ તકે માનનીય સાંસદે જેણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા તેનો પણ જાહેર આભાર માન્યો હતો. તો વળી હવે સાવરકુંડલાનાં ઈતિહાસમાં આવી પ્રકારની ચૂંટણીનો ઈતિહાસ કે જે બિનહરીફ જાહેર થયેલાં ડિરેકટરો એ ખરેખર સાવરકુંડલા શહેરમાં સુવર્ણ અક્ષરે પણ લખાશે એવું જણાવ્યું હતું. .હવે આ નાગરિક સહકારી બેંકનું ભવિષ્ય બેંકીંગ સેકટરમાં ખૂબ જ ઉજળું છે. જો કે ભવિષ્યમાં ખાનગી બેંકો સાથે તંદુરસ્ત સ્પર્ધા થશે. અંતમા આ ખુશીનાં પ્રસંગે સૌ મોંઢા મીઠા કરીને પ્રસન્નતા વ્યકત કરતાં જોવા મળ્યાં હતાં.

(1:12 pm IST)