Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગર-વડોદરા સુપર ફાસ્ટ ઇન્ટરસીટી ૨૦ મીથી શરૂ

મુસાફરોની સુવિધા અને તેમની માંગણી મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા અને જામનગર વચ્ચે સુપર ફાસ્ટ ઇન્ટરસીટી સ્પે. ટ્રેન શરૂ કરવામાં આવશે.

ટ્રેન નં. ૦ર૯પ૯ વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ તા.ર૦ સપ્ટેમ્બરથી દરરોજ આગળની સુચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે.

આવી જ રીતે ટ્રેન નં. ૦૨૯૬૦ જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશ્યલ તા. ર૧મીથી દરરોજ દોડશે. આ બંન્ને ટ્રેનોનું બુકીંગ કાલથી શરૂ થશે.

આ ટ્રેન સંપુર્ણપણે રીઝર્વેશન આધારીત હશે. કન્ફોર્મ ટીકીટવાળા યાત્રીકોને જ ટ્રેનમાં યાત્રા કરવા મળશે.

કોવીડ-૧૯ સબંધી તમામ માપદંડોનું પાલન કરવાનું રહેશે.

(1:11 pm IST)