Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લાલપુર નજીકનો રૂપાવટી ડેમ ઓવરફલો થવાની શકયતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જાનગર તા.૧૬ : જામનગર જિલ્લાનો લાલપુર નજીક આવેલ રૂપાવટી ડેમ વધુ એક ડેમ ૧૦૦ ટકા ભરાયો છે.  તંત્ર દ્વારા લાલપુર મુરિલા સેવકભાટીયાના ગામોને ચેતવણી સંદેશ અપાયો છે. નદીના પટ્ટમાં અવર જવર ન કરવા તંત્રની ચેતવણી છે.  ડેમમાં ૧૧ર કયુસેકના પ્રવાહનની આવક થઇ રહી છે ગમે ત્યારે ઓવફરલો થવાની શકયતા હોવાથી હેઠવાસના ગામોને ચેતવણી અપાઇ છે.

(11:58 am IST)