Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ ચેતનભાઇ સામે જાહેરમાં ગેરવર્તન સામે શિક્ષાત્મક પગલાં ભરો

વીંછિયા ભાજપના પૂર્વ પ્રમુખનો પાટિલને ધગધગતો પત્ર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૬: રાજપરા અરવિંદભાઈ પૂર્વ વીંછિયા શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને પત્ર લખી રજૂઆત કરી છે કે ગુજરાત રાજયના નવા વરાયેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટની મુલાકાતે તા. ૧૪-૯ ની રાત્રે આવેલ ત્યારે રાજકોટ જિલ્લાના સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ,રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ કલેકટર પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીને આવકારવા માટે ઊભા હતા ત્યારે ચેતનભાઈ રામાણીનો જિલ્લામાં જે હોદો છે તે અપેક્ષિતમાં હતા ? પ્રોટોકોલ મુજબ પ્રથમ હરોળમાં આવીને ઊભા રહેવું અને રાજકોટ કલેકટરને સાઇડમાં ઊભા રહેવાનું કહેવાનો ચેતનભાઈને અધિકાર નથી. રાજકોટ કલેકટરને ચેતનભાઈએ કહ્યું ત્યારે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ ચેતનભાઇ ને સાઇડમાં ઊભા રહેવાનું કહેલ તેનાથી તેમના પેટમાં શું બળતરા ઊભી થઈ ? મોહનભાઈની કોઈ ફરિયાદ હોય તો પાર્ટીને રજૂઆત કરોને અને અત્યાર સુધી વિજયભાઈ રૂપાણીની સાથે હતા તો મોહનભાઈની ફરિયાદ કેમ ન કરી ? હોદ્દા વગર અને અપેક્ષિતમાં પ્રોટોકોલ મુજબ ન હોય તો પણ આગલી હરોળમાં ફોટા પડાવવા અને મીડિયાના કેમેરામાં એન્ટ્રી પાડવાનું બંધ કરી દેવાય પ્રોટોકોલમાં આવતા ન હોવા છતાં ખોટી રીતે જાહેરમાં જગડો કરીને પાર્ટીને નુકશાન કરવાનું આપ કામ કરી રહ્યા છો. આ બાબતે ચેતનભાઈ રામાણી દ્વારા મુખ્ય મંત્રીના પ્રોટોકોલનો ભંગ કરેલ હોય જેથી તેની સામે શિક્ષાત્મક પગલાં ભરીને પાર્ટીની શિસ્તનું ભાન કરાવવાનીજરૂર છે. ચેતનભાઈ રામાણી સામે પગલાં ભરવામાં નહીં આવે તો અન્ય કાર્યકરો પણ પાર્ટીના હોદ્દેદારો સામે બોલતા થશે જેથી પાર્ટીને નુકશાન થશે તો આ બાબતે યોગ્ય કરવા અરવિંદભાઈ રાજપરા પૂર્વ પ્રમુખ વીંછિયા શહેર ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(11:54 am IST)