Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

તીર્થભૂમિ વૃંદાવનમાં સંતશ્રી ભોલેબાબા સેવક સુમદાય દ્વારા શ્રી શ્રોત મુનિ આશ્રમમાં શ્રી ચંદ્ર નવમીની ઉજવણી

વાંકાનેર :શ્રી ચંદ્ર ભગવાન તેમજ ભોલેબાબાજી ના ફોટા સાથે શોભાયાત્રા નીકળી, સાધુ સંતોનો ભંડારો યોજાયો (હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર તીર્થભૂમિ વૃદાવનમા આવેલ સુપ્રસિદ્ઘ સ્થળ શ્રી શ્રોત મુનિ આશ્રમ ખાતે વર્ષો થયા પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની શુભ પ્રેરણા અને આશીર્વાદથી પ્રતિ વર્ષ શ્રી ચદ્રં નવમી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાય છે આજરોજ ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાનની (૫૨૭ મી શ્રી ચદ્રં નવમી)ની ઉજવણી શ્રી શ્રોત મુનિ આશ્રમ ખાતે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવેલ જયાં સવારે મહંત શ્રી દ્વારા સંતો દ્વારા સવારે શ્રી ચંદ્ર ભગવાન નું વિશેષ પૂજન, અર્ચદાસ તેમજ મહા આરતી કરવામાં આવેલ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ચદ્રં ભગવાનનો દિવ્ય ફોટો તેમજ પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ના ફોટા સાથે ફ્લોટ્સ સાથે વાજતે ગાજતે જય જયકાર ના દ્યોષ થી શ્રી ચદ્રં ભગવાન કી જય ભોલેબાબા કી જયના નારા સાથે સંતો, મહતોની પાવન ઉપસ્થિતમા ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસર મા નીકળેલ હતી ત્યારબાદ સાધુ, સંતો તેમજ ભાવિક, ભકતજનોનો ભંડારો યોજાયેલ હતો ભંડારામા વીશાળ સંખ્યામાં સાધુ સંતો, મહંતો એ મહા પ્રસાદ લીધેલ હતો જે આજના કાર્યક્રમના અનન્ય સેવક રાજકોટનાં શ્રી જયસુખભાઈ જશાણી દાતા છે તેમજ આજરોજ આ પ્રસંગે રાજકોટનાં બાબાજીના ભકતજન શ્રી નિલેશભાઈ પટેલ, તેમજ જોડિયાવારા શ્રી હેમલપરી ગોસાઈએ વૃદાવનથી યાદીમાં જણાવાયુ છે. આજે વૃંદાવનમા શ્રી શ્રોત મુનિ આશ્રમમા શોભાયાત્રામા શ્રી ચંદ્ર ભગવાન તેમજ ભોલેબાબાજી તથા સંતો ભકતો નજરે પડે છે.( તસ્વીર-અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:53 am IST)