Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

માંગુકા ગામે પત્નિને પતાવી દીધી

ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ છરી ઝીંકી : ગારીયાધાર પંથકમાં હત્યા

ભાવનગર પંથકમાં પતિના હાથે પત્નીની હત્યા થઇ છે અને વચ્ચે પડેલી પૌત્રીને ઇજા પહોંચી છે.

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૬ : ગારીયાધાર પંથકમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બનવા પામ્યો છે.

વિગતો મુજબ માંગુકા ગામે રહેતા જીવરાજભાઇ જાદવભાઇ રાઠોડને તેની પત્નિ તેજુબેન જીવરાજ રાઠોડે (ઉ.૬૪) સાથે ઝઘડો થતાં ઉશ્કેરાઇ જઇ જીવરાજભાઇએ પત્ની તેજુબેન ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા અને વચ્ચે પડેલી તેની પૌત્રી રેશમાને પણ ઇજા પહોંચાડી નાસી છૂટયો હતો.

દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ તેજુબેનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગે ગારીયાધાર પોલીસે ગુન્હો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

(11:51 am IST)