Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઉનાઃ ખેતરની ફરતે રાખેલ ચાલુ વીજ વાયરને અડી જતા યુવાને જીવ ગુમાવ્યો

ઉના તા. ૧૬ :.. તાલુકાનાં ઉગમણા પડા ગામે ખેતરમાં વાયરમાં વિજ પ્રવાહ ચાલુ રાખતા અને એક વ્યકિત વીજ વાયરને અડી જતા શોર્ટ લાગવાથી મૃત્યુ થયું હતું. મરનારના ભાઇએ બે ખેડૂત સામે તેમના ભાઇનું મૃત્યુ નિપજાવ્યાની ફરીયાદ નોંધાવી છે.

ઉના તાલુકાનાં ઉગમણા પડા ગામે રહેતા ઘેલુભાઇ બચુભાઇ ઉર્ફે રાજાભાઇ મેઘવાડાએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કે ઉગમણા પડા ગામની સીમમાં આવેલ ખેતરમાં હનુભાઇ વીસાભાઇ ગોહીલ તથા માનભાઇ હનુભાઇ ગોહીલ રે. પાણખાણ તા. ઉના વાળાએ જાણતા હોવા છતાં ખેતરનાં  સેઢે વાયરમાં ઇલેકટ્રીક પાવર ચાલુ રાખેલ ખેતરનાં સેઢે નીકળેલ જશુભાઇ બચુભાઇ ઉર્ફે રાજા મેઘાવડા ઉ.૪૦ રે. ઉગમણા પડાવાનો નીકળેલ અને વાયરને અડી જતા શોર્ટ લાગવાથી મૃત્યુ પામતાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડેલ હતો. બન્ને સામે જાણવા છતાં વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રાખતા તેના ભાઇનું મોત થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે કલમ ૩૦૪ ત્થા ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(11:50 am IST)