Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબી પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવો રેલી યોજાઈ, ઉર્જા બચાવવા સંદેશ આપ્યો

મોરબી : આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આજે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ

જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગે નું આયોજન કરેલ છે. વધુમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આવનારા દિવસોમા તબક્કાવાર પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળ અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/કાર્યક્રમ કરવાનું આયોજન છે
જેના ભાગરૂપે તા. ૦૬.૧૦.૨૦૨૧ ના રોજ ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ તથા સૂર્ય ઉર્જા તેમજ ઉર્જા બચત અંગે અલગ અલગ જગ્યાએ સેમિનાર નું આયોજન તથા તા. ૧૬.૧૧.૨૦૨૧ નારોજ વિવિધ ગ્રાહકો અને એસોસિયેશન સાથે ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓના માહિતી વિશે પરિસંવાદ નું આયોજન તેમજ તા. ૧૫.૧૨.૨૦૨૧ નારોજ ઉર્જા બચત અને વીજ સલામતી અંગે નાની ઉમરથી જાગૃતિ કેળવવા ના આશયથી સ્કૂલ કક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવાનું આયોજન છે.

(12:24 am IST)