Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગાંધીધામમાં વ્યાપારીએ માનસિક અસ્થિર બાળકી સાથે અડપલાં કરતા ચક્ચાર : માતા જોઇ જતાં ઢગો ઝડપાયો

(ભુજ) વાસનાનુ ભુત સાનભાન અને વિવેક ભુલાવી દે છે. ગાંધીધામની કારગો ઝુપડપટ્ટીમા દુકાન ધરાવતા વ્યાપારી વિનોદ ઉર્ફે વાલજી રામજી ગોહિલ ૧૨ વર્ષની માનસિક વિકલાંગ બાળકી સાથે પોતાની દુકાનમાં ગંદા અડપલાં કરી રહ્યો હતો. જોકે, આ જ સમયે સગીર બાળકીની માતા આવી જતાં તે ઢગો ઝડપાઇ ગયો હતો. માનસિક વિકલાંગ બાળકીને લાલચ આપી પોતાની દુકાનમાં લઈ આવ્યા બાદ ગંદી હરકત કરી આ ઢગાએ બાળકીની પીઠમાં ઉઝરડા કર્યા હતા. પોલીસે પોક્સો હેઠળ  ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

(9:02 am IST)