Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભાવનગર ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં ૧પપ મેમા ફાળી ૭પ૦૦૦નો દંડ વસુલ્યો : ૯ વાહનો ડીટેઈન કર્યા

પ્રથમ દિવસે પોલીસ દ્વારા હળવાશ રખાઈ : સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવી ન હતી.

 

ભાવનગર : ટ્રાફિકના નવા નિયમોના મુદ્દે નગરજનોમાં ટ્રાફિકના દંડનો ડર રહ્યો હતો. જો કે પ્રથમ દિવસે ટ્રાફીક પોલીસે હળવાશ રાખતા લોકોને રાહત થઈ હતી. ટ્રાફિક પોલીસ દ્વારા દિવસભરમાં ૧પ મેમા ફાળ્યા હતા અને ૭પ,૦૦૦ હજારોનો દંડ વસુલ્યો કર્યો હતો. અને વાહનો ડીટેઈન કરાયા હતાં.

પોલીસે આજે ટ્રાફીકના નવા નિયમના પ્રારંભે દંડ વસુલાતની કામગીરીકરવાના બદલે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફીક નિયમોની જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો કર્યા હતા. આજથી શરૂ થયેલા ટ્રાફીકના નવા નિયમો સંદર્ભે લોકોમાં ડર સાથે શુ થાશે તેવી ઉત્સુકતા ચાલી રહી હતી. આજે શહેરના મોટાભાગના રસ્તાઓ પર વાહન ચાલકો હજુ જાણે કે ટ્રાફીકના નિયમોની શરૂઆત થઈ ગઈ છે તે ખબર હોય તેમ હેલ્મેટ વિના નજરે ચડ્યા હતા. જે પૈકીના દસેક ટકા લોકો હેલ્મેટ પહેરેલા પણ નજરે ચડ્યા હતા. આજે પ્રથમ દિવસે પોલીસ દ્વારા પણ હળવાશ રખાઈ હોય તેમ સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવી હતી.

(12:07 am IST)