Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વાકાનેરની સગીરને દુકાનમાં બોલાવીને બેહોશ કરીને દુષ્કર્મ આચર્યું

વશીને કાજીએ ખુનની ધમકી પણ આપી

વાકાનેર,તા.૧૬:વાંકાનેરની રહેવાસી સગીરા દુકાનમાં નોકરી કરતી હોય જે દુકાનના માલિકે તેના પર નજર બગાડી બેહોશ કરી દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીની પત્નીએ સગીરા ભાનમાં આવતા તેને માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરની રહેવાસી ૧૫ વર્ષની સગીરા એક દુકાનમાં નોકરીએ જતી હોય અને આરોપી વશીમ કાજી રહે વાંકાનેર સલોત શેરી વાળાએ સગીરાને ફોન કરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરા ભાનમાં આવતા ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી વિરુદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ ચલાવી રહયા છે.

(4:22 pm IST)