Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જૂનાગઢમાં શ્રી દેશાવરી વિશા શ્રીમાળી સોની યુવક મંડળ સંચાલિત મહિલા પાંખ દ્વારા એકઝીબિશન કમ સેલ વિથ ફનફેર

જૂનાગઢઃ શ્રી દેશાવરી વિશા શ્રીમાળી સોની યુવક મંડળ સંચાલિત 'મહિલા પાંખ' જૂનાગઢ દ્વારા શનિ-રવિના રોજ સરદાર પટેલ ભવન ખાતે 'એકઝીબિશન કમ સેલ વીથ ફનફેર'નું આયોજન કરેલ. જેમાં દિપ પ્રાગટય શ્રીમતી મીનાબેન ધીરૂભાઈ ગોહેલ મેયરશ્રીના ધર્મપત્નિના હસ્તે ઉદઘાટન કરેલ તેમજ દિપ પ્રાગટયમાં જ્ઞાતિ મંત્રી શ્રી નિકુંજભાઈ ધોળકીયા, વેડીયા હરકીશનભાઈ, કિશોરભાઈ ચોટલીયા, જ્યોત્સનાબેન ટાંક, જૈન અગ્રણી જયેશભાઈ અવલાણી, બિપિન ધોળકીયા, ભરતભાઈ કડેચા, અનિલભાઈ રાજપરા, મધુભાઈ રાજપરા, જ્ઞાતિમંત્રી હિતેશભાઈ મદાણી આ તકે ઉપસ્થિત સર્વેનું ઉપરણા - પુષ્પગુચ્છથી સન્માનીત કરેલ તેમજ બે દિવસમાં અમારા આ આયોજનમાં વિવિધ સંસ્થાના પ્રમુખશ્રી જેમા સ્ત્રી નિકેતન ચેરપર્સન શ્રીમતી મીનાબેન ચગ, રૂપલબેન અમલાણી, પ્રવીણાબેન ચોકસી, ચેતનાબેન પંડયા, વિણાબેન પંડયા, ચેતનાબેન મિશ્રાણી, શ્રીમતી ગીતાબેન કોટેચા, ગાયત્રીબેન જાની, ત્રિવેણીબેન ફિચડીયા, કુમુદબેન ઠાકર, ક્રિષ્નાબેન અઢીયા સર્વે અગ્રણી મહિલાઓનું સન્માન - સ્વાગત કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી ટીમે જહેમત ઉઠાવેલ. તેમ પ્રમુખ શ્રી દમયંતીબેન રાજપરાની યાદીમાં જણાવ્યુ છે.

જૂનાગઢ શ્રીમાળી વણિક યુવક મંડળ સંચાલિત મહિલા પાંખ દ્વારા વિવિધ વસ્તુઓનું ભવ્ય એકઝીબિશન કમ સેલ વીથ ફનફેર સાથે નિઃશુલ્ક નિદાન કેમ્પ, એકયુપ્રેશર કેમ્પ તથા આયુ. ઔષધિઓનું માર્ગદર્શન અપાયુ. મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડયા હતા. મહિલા આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ દમયંતીબેન રાજપરાની મહેનત રંગ લાવી હતી. જૂનાગઢ તા. ૧૪ - ૧૫ના રોજ સરદાર પટેલ ભવન ખાતે બે દિવસ માટે જૂનાગઢ વણિક મહિલા મંડળ દ્વારા એકઝીબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ. સેલને સફળતા અપાવી, મહિલા પાંખ પ્રમુખ દમયંતીબેન રાજપરાના સંપૂર્ણ માર્ગદર્શન તથા સતત ઉપસ્થિતિ તેમજ સમગ્ર કારોબારીના સહકારથી કાર્ય સફળ રહ્યુ હતુ. જૂનાગઢની વિવિધ સંસ્થાના મહિલા અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેનું સન્માન કરાયુ હતુ . મહિલા-ક્રાંતિ સાથેની મુલાકાતમાં શ્રી દમયંતીબેને જણાવેલ કે આ સમગ્ર પ્રોગ્રામની પ્રેરણા સ્ત્રોત પણ બહેનો જ છે. તેમની માંગણીને માન આપી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. બહેનો પાસે આવડત, અનુભવ, વસ્તુઓ, ખાદ્ય સામગ્રી વગેરેના કલા કૌશલને લગભગ ૮૫ થી ૯૦ સ્ટોલમાં બહેનોએ રજુ કરી. સ્ટોલ ધારક બહેનોના મોઢા ઉપર પોતાની કલા-કામગીરી રજૂ કર્યાનો સંતોષ હતો જે સેલની સફળતા હતી. આ તકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયુ હતું.

(1:50 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST