Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ટંકારા, તા. ૧૬ : જી.સી.આર.ટી. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ દ્વારા ન્યુ વિઝન શાળાના યજમાન પદે ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયેલ.

ઉદ્ઘાટન પ્રસંગે ન્યુ વિઝન સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઇ બારૈયા દ્વારા સ્વાગત તથા વિજ્ઞાન મેળા માટે વ્યવસ્થા કરાયેલ.

વિજ્ઞાન મેળામાં શિક્ષણ નિરીક્ષક જે.યુ. મેરજા, ટીપીઇડી દિપાલીબેન બોડા, ડાયેટના સલાહકાર દિપાલીબેન વડગામા, આચાર્ય સંઘના પ્રમુખ એલ.બી. કગથળા, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના પ્રમુખ યોગેશ ઘેટીયા, જિલ્લા પ્રમુખ મનોજભાઇ ઓગણજા, રચિત કાલરીયા, કલ્પેશ ફેફર, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં રપ શાળાઓએ ભાગ લીધેલ. કુલ ૩૦ કૃતિઓ રજુ થયેલ. જુદા જુદા પાંચ વિભાગોમાંથી એક-એક કૃતિઓ પસંદ કરાયેલ જે જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.

વિજ્ઞાન -ગણિત પ્રદર્શનમાં રપ શાળાઓએ ભાગ લીધેલ. કુલ ૩૦ કૃતિઓ રજૂ થયેલ. જુદા જુદા પાંચ વિભાગોમાંથી એક-એક કૃતિઓ પસંદ કરાયેલ જે જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.

વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયેલ.

પૂર્ણાહુતિ કાર્યક્રમમાં સ્વાગત ભરતભાઇ વઘાસીયા દ્વારા કરાયેલ.

ડાયેટના દિપાલીબેન વડગામાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરતા જણાવેલ કે ડો. વિક્રમભાઇ સારાભાઇના શતાબ્દી વર્ષ નિમિતે વિજ્ઞાન-ગણિત પ્રદર્શનને ડો. વિક્રમ સારાભાઇ નામ અપાયેલ છે.

વૈજ્ઞાનિક જન્મતા નથી, પરંતુ બનવું પડે છે. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળો પ્રથમ પગથીયું છે જે વિદ્યાર્થીઓએ કૃતિ રજુક રેલ તેને અભિનંદન આપેલ.

વિજ્ઞાન મેળા માટે યજમાન દિલીપભાઇ બારૈયા, સંયોજક આર.પી. મેરજા દ્વારા જહેમત ઉઠાવેલ.

(1:48 pm IST)
  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST