Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હળવદમાં ૬ સ્થળ પર 'નમામિ દેવી નર્મદે' મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

તા.૧૬: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચી છે જેથી તેના વધામણા કરવા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

 ત્યારે હળવદમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ નમામી દેવી નર્મદા ને વધામણા કરવાના કાર્યક્રમના આયોજન અંગે મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને માં નર્મદા ના વધામણા કરવા ના કાર્યક્રમ ની રૂપરેખા બનાવવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવાનો રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે તેને અનુસંધાને હળવદમાં કુલ ૬ સ્થાન ઉપર નર્મદા મહોત્સવ નું આયોજન બધા કરવામાં આવ્યું છે જેમાં ચંદ્રગઢ, ભલગામડા, દીદ્યડિયા, ચરાડવા, ટીકર અને હળવદ શહેર નો સમાવેશ કરાયો છે.

કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી એચ.જી પટેલ, હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, નાયબ મામલતદાર શ્રી કણઝરીયા,  સીડીપીઓ મમતાબેન રાવલ, નર્મદા નિગમ ના અધિકારીઓ તેમજ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ ના વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રાણા,રમેશ ભગત સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર મુખ્ય સ્ટેજ મંડપ બેઠક વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ  તેમજ કાર્યક્રમના અંતે ઉજવણીના ભાગરૂપે સૌને પ્રસાદ રૂપે મેઘલાડુ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(1:47 pm IST)
  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • અખિલેશ યાદવના કાર્યક્રમમાં ભારે ભાગદોડ સર્જાતા સપાના અનેક કાર્યકર્તા ઘાયલ થયા: યુ.પી.ના પીલીભીત ખાતે પીડબલ્યુના ગેસ્ટ હાઉસમાં અખિલેશ યાદવને મળવા સમાજવાદી પક્ષના કાર્યકરોની ભીડ ઉમટી પડીઃ ગેસ્ટ હાઉસના કાચના દરવાજા તુટી ગયા access_time 12:23 pm IST