Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ધ્રાંગધ્રા સબજેલમાં સરપ્રાઇઝ ચેકીંગઃ કાચાકામના કેદીઓ પાસેથી બે છરી, બે મોબાઇલ મળ્યા

તા.૧૬: ધ્રાંગધ્રા શહેરમા વષોઁથી ખંડેર પડેલી સબજેલ પાંચેક વષઁ પહેલા સમારકામ કરી ફરી નિમાઁણ કરાઇ હતી ત્યારથી પાટડી, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા સહિતના તાલુકામા ગૃન્હાખોરી કરી કાચાકામના કેદીઓને રખાય છે પરંતુ ખરેખર જેલ ગૃન્હાહીત પ્રવૃતિ કરનારાઓને સુધારવા માટે છે પણ ધ્રાંગધ્રા ખાતે આવેલી સબજેલ ગૃન્હગારો માટે સ્વર્ગ સમાન સાબિત થાય છે અહિ અનેક વખત ચેકીંગ હાથ ધરતા મોબાઇલ, ચાર્જર, સીમકાર્ડ, તિક્ષણ હથીયારો મળી આવે છે એટલુ જ નહિ જે ચીજ ગુજરાતમા પ્રતિબંધીત છે તે વિદેશી દારુ પણ જેલમા અનેક વખત ઝડપાઇ ચુકયો છે ત્યારે ફરી એક વખત સબજેલમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતા તમામ બેરેકની છાનવીન કરાઇ હતી જેમા બેરેક નંબર ૧થી ચારની તપાસ કરતા એક બેરેકમાથી કાચાકામના કેદીઓના કબ્જામાથી બે મોબાઇલ તથા બે છરી મળી આવી હતી. પોલીસને જેલમા છરી જેવા તિક્ષણ હથીયાર મળી આવતા અવાચકતા લાગી હતી. ત્યારે હાલ પોલીસ દ્વારા બંન્ને મોબાઇલ સાથે સિમકાર્ડ અને બે છરીને કબ્જે લઇ કબ્જેદાર જુશબ ઇશાભાઇ મિયાણા, ઇકબાલ ગુલાબભાઇ જામ તથા દાઉદભાઇ ગુલાબભાઇ જામ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સબજેલમા પ્રતિબંધિત ચીજવસ્તુઓ રાખવા બદલ ગુન્હો દાખલ કરાયો છે. આ તરફ વારંવાર સબજેલના ચેકીંગમા પ્રતિબંધિત ચીજવસ્તુઓ હાથ લાગતા સવાલ હવે તે ઉભો થાય છે કે છરી અને દારુ જેવી ચીજવસ્તુઓ કેદીઓના બેરેક સુધી પહોચી જાય છે તો જેલ પ્રશાસન શુ બેદરકાર હશે?

(1:46 pm IST)
  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST