Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સુરેન્દ્રનગરનું લખતર બંધ : ટ્રાફિક-હેલ્મેટનો ભારે વિરોધ

લખતર સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલા એલાનને જનસમર્થન

વઢવાણ, તા. ૧૬ : સુરેન્દ્રનગર જીલ્લાનું લખતર ગામ આજે સજ્જડ બંધ રહ્યું છે અને ટ્રાફિકના નવા નિયમો તથા હેલ્મેટનો ભારે વિરોધ કર્યો છે.

જયારે લખતર સંઘર્ષ સમિતિ દ્વારા એલાન અપાતા લખતર બંધ રાખી અને સરકારના ટ્રાફિકના નવા નિયમોને લઇ વહેલી સવારથી જ બજારો જડબેસલાક બંધ છે.

ગુજરાતભરમાં હેલ્મેટ અને ટ્રાફિકના નવા નિયમોનો આજથી ગુજરાત સરકારે અમલ કરવા ઉપર ભાર મૂકીને જાહેર કરવામાં આવેલા નવા નવા નિયમોને લઇને ગુજરાતભરમાં જયારે આ કાયદાનો અમલ કરવા બાબતને લઇને ભારે વિરોધ ફૂંકાયો છે.

(1:46 pm IST)