Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પોરબંદરના ઓડદરમાં ૧૯ લાખના દારૂમાં ફરાર ૮ શખ્સોની શોધખોળ

પોરબંદર તા ૧૬  : નજીકના ઓડદરમાં ૧૯ લાખના ઇંગ્લીશ દારૂ સાથે ઓડદરના બાવન રાણા પકડાયા બાદ નાસી ગયેલા એક ટ્રક ડ્રાઇવર સહિત કુલ ૮ શખ્સોને પકડી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ડી.જી.પી.  ગુજરાત રાજય દ્વારા પ્રોહિબીશનની બદી સદંતર નાબુદ કરવા માટે અપાયેલ ડ્રાઇવ સબબ જુનાગઢ રેન્જમાં આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી દ્વારા અપાયેલ સુચના આધારે પોરબંદરના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા પોરબંદર જિલ્લામાં કડક કાર્યવાહી કરવા કોમ્બિંગ ગોઠવતા પોરબંદરના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા ના  માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કમલાબાગ પી.આઇ. વાય. પી. પટેલ, પી.એસ.આઇ. ગઢવી તથા કીર્તિમંદિર પો.સ્ટે. ના પી.એસ.આઇ. ખુટી તથા ઉદ્યોગનગર પોસ્ટના પી.એસ.આઇ. અખેડ તથા ટ્રાફિકના પી.એસ.આઇ વ્યાસ તથા એલ.સી.બી.ના પી.આઇ. દરજી તથા પી.એસ.આઇ ચુડાસમા તથા રાણાવાવ પો.સ.ઇ. ગરચર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસઇન્સ્પેકટર બી.એસ. ઝાલા તથા અન્ય અધિકારીઓ એ રીતેના પોરબંદર જિલ્લામાં પ્રોહી. ડ્રાઇવમાં હતા. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટ ચંન્દ્રવાડિયા તથા પી.એસ.આઇ. બી.એમ. ઝાલા તેમના સ્ટાફ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંયુકત સંકલનમાં રહીને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તમામ અધિકારીઓના સંયુકત ઓપરેશન તથા મદદથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.એસ.ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.એ.આરબ તથા હેડ કોન્સ. લાખાભાઇ સુવા તથા કરશનભાઇ ઓડેદરા તથા એલ.સી.બીના એ.એસ.આઇ આર.પી. જાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતર એ રીતેનાઓએ ઓડેદર ગામે પે સેન્ટર પ્રાથમીક શાળાના કમ્પાઉંડમાં રેડ કરતા ત્યાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૩૩૨ કિે.રૂ. ૧૯,૨૬,૦૦૦/- તથા એક ટ્રક તથા બે કાર તથા ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂા ૪૮,૦૧,૫૦૦/- ના મુદામાલ સાથે ઓડદર રબારી કેડા માં રહેતો બાવન રાણા છેાલાણા (ઉ.વ.૨૦) નામનો શખ્સ મળીઆવેલ અને ઓડદર રહેતો કાના રાણા છેલાણા, રાણાવવા રહેતા ભાવેશ દેવાયત કોડીયાતર, રણપરના કુખ્યાત બુટલેગર બધા ભોરા શામળા તથા ધાના આલા કોડીયાતર અને એક ટ્રક ડ્રાઇવર તેમજ ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ આઠ શખ્સો હાજર મળી આવેલ ન હોય તમામ શખ્સો વિરૂધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવેલ છે.

(1:45 pm IST)