Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉનાની દ્રોણ સીમની નદીમાં ન્હાવા પડતા દીવના શિક્ષકનું ડૂબી જવાથી મોત

ઉના તા. ૧૬ :.. તાલુકાનાં દ્રોણ ગામે નદીમાં ન્હાવા ગયેલ દિવનાં યુવાન શિક્ષકનું ડૂબી જવાથી મોત થયુ હતું.

ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં દ્રોણ ગામની સીમમાં દ્રોણેશ્વર મહાદેવનાં મંદિર સામે મચ્છૂન્દ્રી ડેમ પીકઅપ વીપર ડેમ આવેલ છે. ઓવરફલો ચાલુ છે નદીમાં પાણીનો પ્રવાહ ખુબ છે. દિવ જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી કરતા શિક્ષક મુળ મહારાષ્ટ્ર નાન્દેડ ગામનાં શિવાજીનગરનાં જવાહરનગર બાબાનગરમાં રહેતા બાલાજી વિશ્વનાથ સિંદે ઉ.ર૮ તેમના મિત્રો સાથે ફરવા આવેલ નદીમાં ન્હાવા જતાં ઉંડા પાણીના ધુનામાં ડૂબી ગયેલ હતાં. સ્થાનીક તરવૈયા યુવાનોએ મહામહેનત કરી દોરડાની મદદથી તેમને બેભાન હાલતમાં બહાર કાઢી ગીરગઢડા દવાખાને લઇ જાય ડોકટરે તેમને પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જાહેર કરેલ છે. અને તેમના મૃતદેહને વતન મોકલી આવેલ છે.

આ દ્રોણેશ્વર પીકઅપ વિપર ડેમ નીચે મોટી ભેખડો હોય દર વરસે માનવીઓનો ભોગ લેવાય છે. તો ત્યાં ન્હાવા પ્રતિબંધ કરવા બોર્ડ મુકવુ જોઇએ અથવા ભેખડો કાપી સમથળ કરવુ જોઇએ.

મૃતકની પત્ની સર્ગભા છે. પુરા મહિના જતા હોય તેમના પતિનું અવસાન થતાં ભાંગી પડી છે.

(12:11 pm IST)