Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

લાખો ભાવિકોની શ્રદ્ઘાના આસ્થાનુ કેન્દ્રઃ પવિત્ર યાત્રાધામ બાવીસી કોટડા મંદિરનો ક્રોઝવે સંપૂર્ણ ધોવાઈ ગયો

મોટી પાનેલી, તા.૧૬: જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ બાવીસી માતાજીનું મંદિર લાખો ભાવિકોના આસ્થાનું કેન્દ્ર છે રોજ હજારો યાત્રાળુઓ માતાજીની માનતા દર્શન અર્થે આવે છે.

જામ જોધપુર થી પાંચ કિલોમીટર દૂરઙ્ગ શ્રી બાવીસી આઈ ના નામ ઉપરજ નજીક માંજ આવેલ ગામ નુ નામ પણ બાવીસી કોટડા રાખવામાં આવેલ છે ગામ થી એક કિલોમીટર દૂર મંદિરે જવા માટે ફુલઝર નદી ઉપર ક્રોઝવે પર થી પ્રસાર થઈને મંદિરે પહોંચી શકાય.ઙ્ગ

પરંતુ અવિરત વરસાદ ને લીધે ક્રોઝવે સંપૂર્ણ ધોવાઈ જતા મંદિરે જવામાટે નો આ એક માત્ર રસ્તો બંધ થઇ ગયેલ છે શ્રદ્ઘાળુ ઓ જાન ના જોખમે ક્રોઝવે ની એકફુટ નીઙ્ગ પાળી પર સાહસ કરીને ચાલીને માતાજી પાસે પહોંચે છે.છેલ્લા ત્રણ ત્રણ વર્ષ થી દર ચોમાસામાં આ ક્રોઝવે ધોવાઈ જાય છે બાદમાં મન્દિર પ્રસાસન અને ગ્રામજનો મળીને માટી નાખીને કામ ચલાઉ રસ્તો બનાવે છે ત્રણ ત્રણ વર્ષ થી મન્દિર પ્રસાસન તેમજ ગ્રામજનો ની અવાર નવાર ની રજૂઆતો છતાં નિર્ભર તંત્ર ને આ ક્રોઝવે બનાવવા મા સેની શરમ આવે છે એજ સમજાતું નથી લાખો ભાવિકોના આશ્થા સાથે ખેલ ખેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ક્રોઝવેની એકફુટ ની પાળી પર થી સાહસ કરીને ચાલવા જતા એક મહિલાનો પગ લપસી જતા નદીમાં પડી ગયેલ મહા મુશ્કેલીએ ગ્રામજનોએ બચાવેલ સદ ભાગ્યે માત્ર જીના મોટી ઇજા જ પહોંચી હતી, તો શું કોઈનો જીવ જાય પછીજ આ તૂટેલો પુલ તંત્રને ધ્યાનમાં આવશે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.

(12:09 pm IST)