Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉના : ઝુલુસમાં ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલા ૮ આરોપીઓને ર દિવસની રીમાન્ડ

 ઉના, તા. ૧૬ : તાજીયાના ઝુલુસમાં થયેલ મારામારી તથા ફાયરીંગના ગુનામાં પોલીસે ૮ આરોપીઅને પકડી સઘન તપાસ શરૂ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરવા તા. ૧૭ સુધી ર દિવસની રિમાાન્ડ મંજૂર થઇ છે.

શહેરમાં ગત તા. ૧૦ના રાત્રીના સમયે લુહાર ચોકમાં તાજીયાના ઝુલુસમાં ફાયરીંગ તા મારામારી થયેલ જેમાં પાંચ લોકો ઘવાયા હતાં અને પોલીસમાં ઇજા પામનાર સોહીલ કાસમભાઇ જોખીયા રે. ઉનાવાળાએ ૧૩ આરોપીઓ સામે તમંચો કે રિવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી જીવલેણ ઇજા કરતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા. રાજકોટ સારવાર હેઠળ છે. ઉના પોલીસે આઇપીસી ૩૦૭ તથા રાયોટીંગ આર્મ્સ એકટનો ગુનાની કલમ લગાડી જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રીપાઠીની સુચનાથી એ.એસ.પી. અમીતભાઇ વસાવા તથા જીલ્લા એલસીબી પોલીસ સઘન તપાસ કરતા ગુના નં.૧૩ આરોપીઓ પૈકી ૮ આરોપી (૧) રીયાઝ રફીકભાઇ કાસમાણી (નગર સેવક-ઉના) (ર) એજાજ રફીકભાઇ કાસમાણી (૩) યાકિબ ઉર્ફે તાલ બાવેશા બાપુ બાનવા (૪) નઇમ ઉર્ફે બાંડીયો ઉર્ફે પીંડારી રફીક કાદરી (પ) મોઇનુદિન ઉર્ફે મોઇન મનસુરાભાઇ મન્સુરી (૬) ઇસમાઇલ ઉર્ફે સટતો મુસાભાઇ મેમણ (૭) જીસાન ઉર્ફે અબીડો મુખ્તારભાઇ બ્લોચ (નવાઝ રફીકભાઇ કાસમાણી ઉના વાળાની ધરપકડ કરી ઉના પોલીસને સોંપેલ હતાં. પોલીસે ધોરણસર ધરપકડ કરી, આગળ પૂછપરછ કરી રહ્યા છે. હુમલામાં વપરાયેલ હથીયાર તથા અન્ય આરોપીઓ કયાં છે તેની માહિતી મેળવવા ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા ર દિવસની રીમાન્ડ મંજુર થઇ છે. આમ જીલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ૪ દિવસમાં આરોપીને પકડી પાડવા સફળતા મેળવી છે. હુમલાનું સાચુ કારણ પણ શું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

(12:08 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જતા એર ઈન્ડિયા વન વિમાન ટેકનીકલ ખામી આવી ગઈ હતી. આને કારણે વિમાનને ત્રણ કલાક માટે સ્વીત્ઝર્લેન્ડના ઝુરિક એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા વન વિમાનની પાછળની પાંખમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન ઝુરિકથી સ્લોવેનીયા જી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદ હાલમાં આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનીયાની યાત્રા પર છે. access_time 11:51 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST