Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉના ફાયરીંગ પ્રકરણમાં સામા પક્ષેથી ૮ શખ્સો સામે પોલીસ ફરિયાદ

ઉના તા. ૧૬ : મહોરમના તહેવારમાં નિકળેલ તાજીયાના જુલુસમાં થયેલ બે મુસ્લીમગ્રુપ વચ્ચે થયેલ મારા મારી ફાયરીંગ સામા પક્ષેપણ ૮ શખ્સો સામે ફાયરીંગ કરી મારામારી જીવલણ ઇજાની ફરીયાદ નોંધાવી છ.ે જેમાં એકને જમણા પગની પીંડીમાં ઇજા કર્યાનું અને જુના સામાન્ય મનદુઃખનું વેર રાખી હુમલો કર્યાનું જણાવ્યું છે.

મહોરમના તહેવાર નિમિતે તાજીયાનું જુલુસ લુહાર ચોકમાં હતું ત્યારે ફાયરીંગ અને મારામારીનો બનાવ બનેલ હતો જેમાં સામા પક્ષ વાળાએ પણ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં ફરીયાદ નોંધાવી છે જેમાં ફરીયાદી જાબીરશાહ ગુલાબશાહ સામદાર રે. ઉના કોર્ટ વિસ્તાર વાાળએ ફરીયાદમાં લખાવેલ કે થોડા દિવસો પહેલા જાબીરશાહનું મોટર સાયકલ તેના ઘર પાસે પડેલ હતું તે આરોપી જહાગીર ઇબ્રાહીમ દલની દિકીરએ પછાડી દેતા આ બાબતે જાબીરશાહ તેના પિતા ગુલાબશા ઠપકો આપવા ગયેલ તે મનદુઃખ રાખી જાબીરશાહ લુહાર ચોકમાં તાજીયાનો ચોકારો લેતા હતા ત્યારે આરોપી જહાગીર ઇબ્રાહીમ દલ (ર) મુસ્તાક જમાદાર (૩) તોહીતખાન (૪) શાહબુદિન ઇબ્રાહીમદલ (પ) ઇમ્તીયાઝ ઇબ્રાહીમ દલ (૬) જુનેદ મુસ્તાક (૭) સફીઉર્ફેકાળુ મુસ્તાક (૮) સોહિલ કાસમ સંધી, રે.તમામ ઉનાવાળા ગેરકાયદે મંડળી રચી પ્રથમ ઢીકાપાટુનો મારમારી જહાગીર તેમની પાસે પીસ્તોલ કે તમંચા જેવુ હથીયારમાંથી ફાયરીંગ કરતા જાબીરશાહ ગુલાબશાહ જમણા પગની પીંડી ઉર ઇજા કરી જીવલેણ હુમલો કરી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૦૭, ૩ર૩, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, આર્મસ એકટ ૨૫  (૧) એ  ર૭ (ર) મુજબ ગુનો નોંધી આરોપીઓને પઠાણ ઉનાના પી.એસ.આઇ. જે.વી. ચુડાસમા તપાસ કરી રહ્યા છ.ે

(12:08 pm IST)