Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જસદણના કમળાપુરમાં હીરૂબેન દેવીપૂજક સહિત બે પર હુમલો

ઘર પાસે ગાળો બોલવાની અને પેશાબ કરવાની ના પાડતા પાંચ શખ્સો તૂટી પડયા

રાજકોટ, તા. ૧૬ :. જસદણના કમળાપુર ગામે ઘર પાસે ગાળો બોલવાની અને પેશાબ કરવાની ના પાડનાર દેવીપૂજક મહિલા સહિત બે પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કમળાપુર ગામે રહેતા હીરૂબેન જગશીભાઈ દેવીપૂજક સહિત બે પર તે જ ગામના ભરત પ્રેમજીભાઈ સાઢમીયા, દિપક પ્રેમજીભાઈ સાઢમીયા, સમુ પ્રેમજીભાઈ સાઢમીયા, દેવેન પ્રેમજીભાઈ સાઢમીયા, કાળુભાઈ પ્રેમજીભાઈ સાઢમીયાએ ગેરકાયદેસર મંડળી રચી કુહાડી, લાકડી વડે હુમલો કરતા હીરૂબેનને ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્ત હીરૂબેને ઉકત પાંચેય શખ્સોને તમે બધા ભાઈઓ ઘર પાસે કેમ ગાળો બોલો છે અને ઘર પાસે કેમ પેશાબ કરો છો ? તેમ કહેતા તૂટી પડયા હતા. આ અંગે ઉકત પાંચેય શખ્સો સામે ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ થતા પીએસઆઈ આર.પી. કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)