Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભાયાવદરની ધોબીતળ પ્રા. શાળામાં મધ્યાન ભોજનમાં ઇયળોઃ વિદ્યાર્થીઓને ઉલ્ટી થતા દેકારો

ઉપલેટા તા. ૧૬: ભાયાવદર ધોબી તળ વિસ્તારની પ્રા. શાળામાં અપાતા મધ્યાહન ભોજન યોજનાના ખાવામાં ઇયળો નીકળવાનો બનાવ બનતા આ અંગે ગ્રામજનો અને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.

બપોરના મધ્યાહન ભોજન યોજનામાં દાળ ઢોકળી વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલ હતી. આ દાળ ઢોકળી ખાઇને ઘેર ગયેલા કેટલાક વિદ્યાર્થીઓને ઉલ્ટીઓ થતા-વાલીઓને મધ્યાહન ભોજનના ભોજનમાં કાંઇક આવી જવાની શંકા જતા-વાલીઓ શાળાએ આવીને રાંધેલ દાળ ઢોકળીને ચેક કરતા અંદર ઇયળો હોવાનું જણાતા વાલીઓને દેકારો બોલાવી રાંધેલ દાળ ઢોકળી રોડ ઉપર ઢોળી નાખવાની મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને ફરજ પાડી હતી.

બાદમાં આ આખો મામલો નગરપાલિકામાં આવતા કારોબારી સમિતિના ચેરમેન નયન જીવાખીએ મધ્યાહન ભોજનમાં અપાતા કાચા માલમાં ઇયળો હોવાની અને સંચાલકો દ્વારા સફાઇ ન થતી હોવાની ફરીયાદો કરી કેન્દ્રની મુલાકાત લેવા અને કાચો માલ ચેક કરવા ફરીયાદ કરવા છતાં કોઇ પગલા ન લેવાતા આ આખો મામલો કલેકટર પાસે પહોંચે એવી સ્થિતિ સર્જાય છે.

(12:05 pm IST)