Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જામજોધપુર તાલુકામાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગ અટકાયતી પગલાઓ

જામજોધપુર, તા. ૧૬ : તાલુકામાં આવેલા સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સ્ટાફ તથા આશાબેનો મારફ દરેક ગામોમાં ટીમવર્કથી ચોમાસામાં પડેલ વધુ વરસાદને કારણે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે ઘરે ઘરે ફરીને આરોગ્યની ટીમ દ્વારા ઘનિષ્ઠ સર્વે કરવામાં આવ્યું રહ્યું છે.

વાહકજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે ખુલા પાણીના પાત્રોમાં એબેટ તથા ભરાઇ રહેલા ખાડાઓમાં બળેલુ મોઇલુ ઓઇલ તેમજ તાવના કેસોને લોહીચેક કરી સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવે છે. પાણીજન્ય રોગાળા ન ફેલાઇ તે માટે દરેક ગ્રામ પંચાયતને નિયમિત કલોરીનેશન થાય તે માટે સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવે છે. તેમજ પાણીના નમૂનાઓ લઇને કલોરીનેશન ટેસ્ટ કરવામાં આવે છે તેમજ કલોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક ગ્રામજનોને પણ સ્ટાફ મારફત આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. પત્રિકાઓનું વિતરણમાં આવી રહ્યું છે.

પાણીના વપરાશના ટાંકાઓ હવાચુસ્ત રીતે બંધ રાખવા આજુબાજુ ભરાઇ રહેતા પાણીના ખાડાઓ માટી નાખીને બુરી દેવા જેથી કરી ચોખ્ખા પાણીમાંથી થતા મચ્છરો ડેન્ગ્યુ જેવો રોગ ફેલાતો અટકાવી શકાય, તાલુકાના હેલ્થ ઓફીસર ડો. જે.આર. પટેલ તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી. અપારનાથીએ દરેક ગ્રામજનોને અપીલ કરી છે કે આપના ગામમાં આવતા આરોગ્ય સ્ટાફની ટીમને સહકાર આપવો તેમજ રોગચાળા અટકાતી પગલાઓ લેવાથી વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાને આપણે અટકાવી શકીએ છીએ.

(12:05 pm IST)