Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉનામાં ૩પથી વધુ માંઇભકતો પદયાત્રા દ્વારા આશાપુરા માતાના મઢે જવા રવાના

ઉના, તા. ૧૬ : સતત  ૧પમાં માં શકિત ગ્રુપ દ્વારા પદયાત્રા સંઘ કચ્છ આશાપુરામાંના ગઢે જવા રવાના થતા શુભેચ્છા આપી હતી.

શાક માર્કેટમાં શાકભાજી વેચવાની તથા રેકડી ચલાવી મજુરી કામ કરતા ૩પથી વધુ માતાજીના ભકતો જેમાં ૧પ વરસથી લઇ ૬પ વરસ સુધીના ભાઇઓ ૧પમી વખત ઉનાથી ૭પ૦ કિલોમીટર દૂર માં આશાપુરા માતાજીના મઢ કચ્છ જવા રવાના થતાં ઉનાના યુવા કોળી સંગઠન અને માંધાતા ગ્રુપના આગેવાન શ્રી અલ્પેશભાઇ બાંભણીયા, વિનોદભાઇ બાંભણીય(ઉના) રાજુભાઇ ડાભી, જયેશભાઇ મજેઠીયા તથા દાતાઓના સાથ સહકારથી પ્રસ્થાન કર્યું હતું. આ માં શકિત ગ્રુપ પદયાત્રા સંઘ ૧૪ દિવસમાં ૭પ૦ કિલોમીટર અંતર કાપી પરથમ આસો માસના નોરતે કચ્છમાં આવેલ માં આશાપુરા મઢે પહોંચી માતાજીના ચરણમાં શિશ ઝૂકાવી વિશ્વ શાંતિ એકતા ભાઇચારા માટે પ્રાર્થના કરશે.

(12:04 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST

  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST