Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ફાટસર પે.સેન્ટર શાળામાં ગીરગઢડા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

ઉના તા.૧૬ : ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે આવેલ ફાટસર પે. સેન્ટરના સંકુલમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. જેમાં તાલુકાના આગેવાન ડાયાભાઇ ઝાલોદરા, ટીડીઓ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીલ્લા તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો, ટીપીઓ, બીઆરસીના અધિકારીઓ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આગેવાનોએ બાળકોને શિક્ષણકીટ આપવા ૨૩ હજાર૭૦૦ રૂપિયા દાનની જાહેર કરેલ હતુ. તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ૮૦ બાળકોએ પાંચ વિભાગમાં ૪૦ કૃતિ રજૂ કરી હતી. શ્રેષ્ઠ કૃતિ બનાવનારને પ્રોત્સાહીત કરવા ઇનામો પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. આ પ્રદર્શન નિહાળવા તાલુકાભરના હજારો વિદ્યાર્થી ભાઇઓ બહેનો ઉમટી પડયા હતા.

(12:02 pm IST)