Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ક્ષેત્રે વધુને વધુ સફળ થાય તે માટે દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના કરતા રિવાબા જાડેજા

દ્વારકા તા. ૧૬: ભારતીય ક્રિકેટ જગતના સમ્રાટ રવિન્દ્ર જાડેજાનાં ધર્મપત્નિ અને ગુજરાત રાજયની મહિલા કરણી સેનાના અધ્યક્ષી રિવાબા જાડેજાએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઇ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી પ્રાર્થના કરી હતી.

રિવાબાએ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશજીના દર્શનનો મારા જીવનમાં આ બીજી વખત મોકો મળ્યો છે. પ્રથમ યુવા સમયે દ્વારકાની મુલાકાત લીધી હતી.

દ્વારકાધીશમાં દરેક ભકતોએ શ્રધ્ધા રાખવી જોઇએ અને દ્વારકા પ્રવાસન ક્ષેત્રે પણ દેશ-દુનિયાનું કેન્દ્ર બિંદુ છે અને ખુબજ સારી વ્યવસ્થા દ્વારકાની છે.પ્રભુના આશિર્વાદ મેળવવા એ એક પ્રકારની મનની શાંતિનો વિશેષ ભાગ છે. માતા-પિતાની સાથે જગત પિતા દ્વારકાધીશજીના દર્શન કરવા એ એક જીવનની મહાન તક છે. રવિન્દ્ર જાડેજાએ ભારત સરકારે અર્જુન એવોર્ડ આપ્યો છે ત્યારે રવિન્દ્ર જાડેજા વધુને વધુ ક્રિકેટ ક્ષેત્રે સફળ થાય તેવી દ્વારકાધીશજીના ચરણમાં પ્રાર્થના કરી હતી.

(12:01 pm IST)