Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમરેલી પીયુસી સેન્ટરમાં વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ

પીયુસી કાઢી આપવાના ડબલ ભાવ, આરટીઓનું મૌન, પીડાતી પ્રજા, આરટીઓના અધિકારીઓને પીયુસીના દરની પણ માહીતી નથી

અમરેલીઃ  મોટર વ્હીકલના આકરા દંડની સરકાર દ્વારા અમલવારીની જાહેરાત કરવામાં આવતા જ અમરેલીમા પીયૂસી સેન્ટરોમાં લાગેલી લાઇનથી  વાહનચાલકોને ખુલ્લેઆમ લુટવામા આવી રહ્યા છે.  તા. ૧૬ સપ્ટેમ્બરથી સરકાર દ્વારા વાહનચાલકો ઉપર આકરા દંડ ફટકારવાની અમલવારી કરવા અંગે ખાતાઓને જણાવી દેવામા આવેલ છે ત્યારે સામાન્ય મજુરી કરતા બાઇક ચાલકની મજુરી રૂ. ૩૦૦ હોય છે અને દંડની રકમ રૂ. પ૦૦ થી ૧૦૦૦ રૂ. હોવાથી રઘવાયા બનેલા આવા બાઇકચાલકોની અમરેલી શહેરમાં પીયુસી કઢાવવા માટે લાઇનો લાગી છે.

પીયુષી સેન્ટરો દ્વારા ખુલ્લેઆમ  વાહનચાલકો પાસેથી ટૂ વ્હીલરના રૂ. પ૦, ફોર વ્હીલરના રૂ. ૧૦૦ ની લૂંટ ચલાવામા આવી રહી છે. ત્યાર  આ અંગે આરટીઓ ઇન્સપેકટરને રજુઆત કરતા તેઓએ જણાવેલ કે લેખીત ફરીયાદ કર્યા બાદ જન પગલા  લેવામા આવશે તેમ જણાવતા પીયુસી સેન્ટરો અને આરટીઓ અધિકારી વચ્ચે સાંઠગાંઠ હોવાનુ ફલિત થઇ રહેલ છે. આરટીઓ ઇન્સપકેરટને પીયુસીના દરની પણ માહીતી નથી. તેઓએ સોમવારે ઓફીસે આવીને જાણી લેવાનુ જણાવેલ હતુુ.

(12:37 pm IST)