Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વાળુકડ ગામ પાસેથી ૩૯૪ પેટી દારૂ ભરેલા આઇસર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભાવનગરઃ ઘોઘા તાબેના વાળુકડ ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે આઇસરને ઝડપી લીધુ હતુ અને આઇસરની તપાસી લેતા તેમાંથી  ૩૯૪ પેટી દારૂ ( ૬૪૩૦ બોટલો દારૂ)નો જથ્થો મળી આવતા આઇસર સહીત રૂ. ર૦.૧૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે પશ્ચિમ બંગાળ પંથકના બાપી સરકાર બાબુ સરકાર, ભાવનગરના શામપરાના વિશાલ બટુક પરમાર, અને પશ્ચિમ બંગાળના સુુવોજીત રણજીત મોરોલને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમીક તપાસમાં દારૂનો જથ્થો મંગાવનાર ભાવનાગરના ખાટડી ગામનો શકિતસિંહ ચકુભા રાયજાદા હોવાનુ ખુલ્યું હતુ તેમજ આઇસર માલીક અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર સહીતનાની શોધખોળ ચાલુ કરી હતી.

(12:38 pm IST)