Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ધારી ગીર પૂર્વના માણાવાવમાં એકસાથે ત્રણ સિંહ અને એક સિંહણ કુવામાં ખાબક્યા :વન વિભાગે કર્યું રેસ્ક્યૂ

ખેડૂતના કુવામાં ખાબક્તા ખેતરના માલિકે વનવિભાગને જાણ કરતા તમામના રેસ્ક્યુ કરાયા

અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઇને વન વિભાગની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગની બેદરકારીને કારણે ધારી ગીર પૂર્વના માણાવાવના ખેડૂતના કૂવામાં એકસાથે 3 સિંહ અને 1 સિંહણ ખાબક્યા હતા. જંગલ વિસ્તારમાં મારણ ન મળતા સિંહો ગામ તરફ આવી રહ્યા છે. ત્યારે આવી જ ઘટના ગત મોડી રાત્રે બની હતી.

માણાવાવ સુધી આવી ચડેલા સિંહો એક ખેડૂતના કુવામાં ખાબક્યા હતા. ખેતરના માલિકે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગે રેસ્ક્યુ હાથ ધરી તમામ સિંહોને સહીસલામત બહાર કાઢી તેમને જરૂરી સારવાર આપી હતી.

(6:23 pm IST)