Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ધ્રોલ માર્કેટીંગ યાર્ડની ૧૬ મીએ ચૂંટણીઃ ૧૬ ફોર્મ ભરાયા

ધ્રોલઃ ધ્રોલ માર્કેટીંગયાર્ડના  હોદેદારોની મુદત પુરી થતા નવા હોદેદારોની નીમણુંક કરવા માટે આગામી તા. ર૬ ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ યાર્ડમાં ખેડુત પેનલના આઠ, વેપારી પેનલના ચાર, અને ખરીદવેચાણ વિભાગના ર ડાયરેકટરોની નીમણુંક કરવા માટે  આજરેાજ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામા આવેલ હતી.

માર્કેટીંગ યાર્ડની ચાલુ બોડીએ  ભાજપ પ્રેરીત  ખેડૂત વિકાસ પેનલના ઉપક્રમે ફોર્મ ભરેલ છે. આ પેનલમાં રાઘવજીભાઇ પટેલ, બી.એચ. ઘોડાસરા, લખધીરસીંહ જાડેજા સહીતના આગેવાનોની હાજરીમાં  ફોર્મ ભરવાની કામગીરી કરવામા આવેલ. આ પેનલ તરફથી ખેડૂત વિભાગમા નવ વેપારી વિભાગમા પ અને ખરીદ વેચાણ વિભાગમા બે ફોર્મ ભરેલ છે.

આ માર્કેટ યાર્ડની યોજાયેલી આગામી ચૂંટણીમા સામાપક્ષે ભાજપ કોંગ્રેસ તથા સરકારી અગ્રણીઓ દ્વારા પેનલ બનાવીને માર્કેટયાર્ડની ચૂંટણીને રસાકસી ભરેલ બનાવાયેલ છે.

(1:31 pm IST)