Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

તળાજાની સગીરા સાથે છેડતી દુષ્કર્મના પ્રયાસની બે સામે ફરિયાદ

ભાવનગરઃ તળાજા પોલીસ મથકમાં સગીરાએ બે શખ્સો વિરૂદ્ધ છેડતી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

તળાજા પોલીસ મથકમાં શેરીના દલીત વાસ ખાતે રહેતા બે શખ્સો વિરૂદ્ધ ગતરાત્રિ દરમ્યાન છેડતી કરી બાવડુ પકડી ઢસડી લઇ જઇ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવી છે. શહેરના ગોરબી દરવાના નજીક રહેતા અંતુભાઇ તથા જગાભાઇ આ બે શખ્સો વિરુધ્ધ સગીરાએ નોંધાવેલ ફરીયાદ મુજબ રાતના સમયે પોતાના મામાના ઘરેથી નજીકમા આવેલ પોતાના ઘરે  ચાલીને આવી રહી હતી ત્યારે અંતુભાઇએ ઇશારો કરેલ હતો. જેથી ના પાડતા બાવડુ પકડી  જાતીય સતામણી માટે ઢસડવા લાગેલ, તળાજા પોલીસે  બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે.

(1:31 pm IST)