Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

અમીરગઢ પંથકની ડાકસેવાનું સર્વર ડાઉન :20 દીવથી પ્રજા પરેશાન

લોકોને બુકિંગ સેવા મેળવવા માટે અમીરગઢથી પાલનપુર અથવા ઇકબાલગઢ સુધી ભાડા અને સમય બગાડીને જવું પડે છે.

   ફોટો amirgadh

અમીરગઢ પંથક ના 15 જેટલા ગામો સાથે સંકળાયેલી ભારતીય ડાક સેવાનું સર્વવર ડાઉન હોવાથી 20 દિવસથી લોકો ડાક સેવા માટે પરેશાન થઈ રહ્યા છે. જોકે જિલ્લા કક્ષાનું તંત્ર આળસ ઉડાડે તેવી પ્રજા માંગ ઉઠી છે. અમીરગઢ પથકના 15 જેટલા ગામો વચ્ચેની એક માત્ર મુખ્ય પોસ્ટ ઓફિસ અમીરગઢમાં આવેલી છે.જે ભારતીય ડાક સેવાનું સર્વર છેલ્લા 20 દિવસથી ડાઉન છે જેના લીધે લોકો ને  બુકિંગ સેવા મેળવવા માટે અમીરગઢથી પાલનપુર અથવા ઇકબાલગઢ સુધી ભાડા અને સમય બગાડીને જવું પડે છે.

(11:37 am IST)