Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટ જેલનો ફરાર કેદી ગુલાબનગરમાંથી ઝડપાયો

જામનગર તા. ૧૬ : સીટી એ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નં.૧૯૯/ર૦૧૬ ઇ. પી. કો. કલમ ૩૭૬(ર) (એલ) ૩૬૩ મુજબ ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નં. ૪૭રરપ રાજુ રામભાઇ કોડીયાતર રહેવાસી ધરારનગર ખોળમીલ જાનગવાળો ગઇ તા.૧૭/પ/ર૦રર થી ફર્લો રજા ઉપરથી જમ્પ થઇ છેલ્લા ૩ મહિનાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો રહેલ જે આરોપીને પોલીસ સ્ટાફના રણજીતસિંહ એમ.પરમાર તથા લખધીર સિંહ એમ. જાડેજા તથા કરણસિંહ જી.જાડેજા તથા ભરતભાઇ અને. ડાંગરનાઓએ સંયુકત રીતે મળેલ હકિકત આધારે ગુલાબનગર વાંઝાવાસ ખાતેથી ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત સોપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છ.ે

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો. સબઇન્સ. એ.એસ.ગરચર તથા એ. એસ. આઇ.ગોવિંદભાઇ ભરવાડ પો.હેડ કોન્સ. લખધીરસિંહ જોજા, ગવેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ મહીપાલભાઇ સાદીયા તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છ.ે

(2:08 pm IST)