Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદરઃ રોડ સાઇડ બેઠેલા ર વ્‍યકિતઓને કચડીને નાસી જનાર કાર ચાલક ઝડપાયો

(પરેશ પારેખ  દ્વારા) પોરબંદર તા.૧૬ : બગવદરના ભારવાડા ગામ પાસે અઠવાડીયા પહેલા રોડ સાઇડ બાંકડા ઉપર બેઠેલા અરજણ રાણાભાઇ ઓડેદરા અને છગનભાઇ મસરીભાઇ ઓડેદરા ઉપર બેકાબુ કાર ચડી જતાં બંન્‍નેના મૃત્‍યુ નીપજેલ હતાં. પુરપાટ કાર ચલાવીને આ અકસ્‍માત સર્જીને નાસી ગયેલ કારનો ચાલક અજીત ઉર્ફે અજજુ રણમલભાઇ ગોઢાણીયા રે. બગવદરવાળાને પોલીસે પકડીને ગુન્‍હો નોધ્‍યો છે.

ભારવાડા ગામ બસ સ્‍ટેન્‍ડ નજીક ઝાડ નીચે સીમેન્‍ટના બાકડાઓ ઉપર બેઠેલા બે વ્‍યકિતઓ અરજન રાણાભાઇ ઓડેદરા અને છગન મસરીભાઇ ઓડેદરા રહે. બંને ભારવાડાવાળાઓને સાથે મારૂતી સ્‍વીફટ કાર નંબર જીજે-રપ-જે-૭રપ૬ના ચાલક અજીત ઉર્ફે અજજુ રણમલભાઇ ગોઢાણીયા રહે. બગવદર વાળાએ પુરઝડપે માનવ જીંદગી જોખમાયમ તે રીતે બે ફીકરાઇથી ગાડી ધડાકાભેર અથડાવી બંનેને કચડી નાખી મોત નીપજાવી નાસી ગયેલાની ફરીયાદ લખમણભાઇ માલદેભાઇ ઓડેદરા રહે. દેગામ વાળાએ કરતા બગવદર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ હતો.

આ અકસ્‍માત સર્જીને આરોપી નાસી ગયેલ હોય આ કામના આરોપીને તાત્‍કાલીક ઝડપી પાડવા જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના  અન્‍વયે પી.એમ.પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍યનાઓના માર્ગદર્શન મુજબ એચ.સી.ગોહિલ ઇ-ચા પો.સબ.ઇન્‍સ. બગવદર પોલીસ સ્‍ટેશન તથા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફના માણસો આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્‍નશીલ હતા. તે  દરમિયાન બાતમી રાહે હકિકત મળતા ડી સ્‍ટાફના જવાનોને વોચમાં ગોઠવી બગવદર હાઇસ્‍કુલ સામેથી કાર ચાલક અજીત ઉર્ફે અજુને પકડી લીધેલ અને ગુન્‍હાના કામે ધોરણસર અટક કરલ છે.

અકસ્‍માત કરનાર કાર ચાલકને પકડવાની કામગીરી પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા પોલીસ કોન્‍સ. જયમલભાઇ મોઢવાડીયા તથા પોલીસ કોન્‍સ. અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા તથા મસરીભાઇ ચેતરીયા વિગેરે સ્‍ટાફ દ્વારા કરવામા આવેલ છે.

(1:48 pm IST)