Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જૂનાગઢના યુવાઓ દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી

જૂનાગઢ : સ્‍વપ્ન યુવા વિકાસ મંડળના યુવા મિત્રો  વળદ્ધ નિકેતન વળદ્ધાશ્રમમાં મિત્રતા દિવસની ઉજવણી કરવા ગયા હતા. બધા યુવાઓએ વડીલોને ફ્રેન્‍ડશીપ બેલ્‍ટ પહેરાવ્‍યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. હસતા હસાવતા ગીત સંગીતની મહેફીલ પણ જમાવી હતી. ત્‍યારબાદ બધા યુવાઓએ વ્‍યસન મુક્‍તિ માટેના શપથ લીધા હતા. વડીલોને અલ્‍પાહાર કરાવી કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમનું આયોજન સ્‍વપ્ન યુવા વિકાસ મંડળના પ્રમુખ હર્ષદ વાજાએ કર્યું હતું. સફળ બનાવવા માટે વળદ્ધ નિકેતન વળદ્ધાશ્રમના રજની બેન તેમજ સ્‍વપ્ન યુવા વિકાસ મંડળના સભ્‍ય તેજલ ભદ્રેસ્‍વરા, લીનાબેન ભટ્ટ, પ્રવિણાબેન વ્‍યાસ, પ્રીતિ શિયાણી, અપૂર્વા સુરાણી, વિવેક મોર, પ્રકાશ ચાવડા, પદ્મા ચોહણ, બંસી અભાણી બધાએ સાથ આપ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(2:53 pm IST)