Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કેશોદ ૧૮૧ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાનું અરવિંદ રૈયાણીના હસ્‍તે સન્‍માન

(કિશોરભાઈ દેવાણી ધ્‍વારા) કેશોદ, તા. ૧૬:  ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન મહિલાઓ માટે હમેશાં તત્‍પર રહે છે. જયારે કેશોદ ૧૮૧ ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાએ અનેક મહિલાઓના પરીવાર ને તૂટતા બચાવ્‍યા ને અનેક પરિવારોને સુખદ સમાધાન કરાવી પ્રશંસનીય કામગીરીનુ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

તા ૧૫-૦૮-૨૨ ના રોજ ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરેલછે ત્‍યારે ભારત સરકાર દ્વારા ૭૬મી જીલ્લા કક્ષાની સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કેશોદ ખાતે ૧૫- ઓગસ્‍ટ -૨૨ ના સ્‍વાતંત્ર્ય પર્વની દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં GVK EMIR ના ઉચ્‍ચ અધિકારીઓ, તથા આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં કેશોદ ૧૮૧ ના કાઉન્‍સેલરની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્‍કારથી નવાજી સન્‍માનિત કરવામાં આવ્‍યા  હતાં જેમાં કેશોદ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયાની પ્રશંસનીય કામગીરી ધ્‍યાનમાં લઈ આ કાર્યક્રમમાં  મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્‍તે પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

કેશોદ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈનના સ્‍ટાફે ડાયબેનની પ્રશંસનીય કામગીરી બદલ મળેલ સિધ્‍ધીને આવકારી બિરદાવેલ હતા.

(1:36 pm IST)