Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગીર સોમનાથ જીલ્લા પોલીસ તથા વેરાવળ સેવા સંઘના સંયુકત ઉપક્રમે સ્‍વતંત્રતા દિવસની પૂર્વ સંધ્‍યાએ દેશભકિતના ગીતો ગુંજ્‍યાઃ મનોહરસિંહ જાડેજાનાં અધ્‍યક્ષસ્‍થાને આયોજન

વેરાવળ-પ્રભાસ પાટણઃ ગીર સોમનાથ જીલ્લાના મુખ્‍ય મથક વેરાવળના દરિયા કિનારે આવેલ ચોપાટી ખાતે ગીર સોમનાથ જીલ્લા પોલીસ તથા વેરાવળ સેવા સંઘ ના સંયુકત ઉપક્રમે સ્‍વતંત્રતા  દિવસની પૂર્વ સંધ્‍યાએ દેશભક્‍તિના ગીતોને માણવાનો તેમજ દેશ માટેની અસ્‍મિતા જગાવવા સુંદર કાર્યક્રમનુ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજાના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ હતો.કાર્યક્રમમાં મુખ્‍ય અતિથી તરીકે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા તથા અતિથિ વિશેષમાં  આર.જી. ગોહીલ જીલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેકટર ગીર સોમનાથ તથા  રવિન્‍દ્ર ખતાલે જીલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ તથા મહેમાનોમાં  ઓમ પ્રકાશ જાટ એ.એસ.પી વેરાવળ ડીવીજન તથા જી.બી.બાંભણીયા નાયબ પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા કોસ્‍ટગાર્ડ કમાન્‍ડન્‍ટ મઠપાલ તેમજ વિવિધ રાજકીય આગેવાનો જેમ કે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઝવેરીભાઇ ઠકરાર, ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંગભાઇ પરમાર, ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, સોમનાથ મત વિસ્‍તારના ધારાસભ્‍ય વિમલભાઇ ચુડાસમા, નગરપાલીકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી વિગેરે ઉપસ્‍થિત રહેલ હતા. અને વેરાવળ શહેર તથા આજુબાજુ વિસ્‍તારના બહોળી સંખ્‍યામાં લોકો હાજર રહેલ હતા. કાર્યક્રમમાં શીવા બીટ્‍સ વેરાવળ ના ઓનર ભીખુભાઇ અખિયા અને તેમની ટીમે દેશ ભક્‍તિના ગીતો જેવા કે,  ‘યહ દેશ હે વીર જવાનો કા...', ‘કસુંબીનો રંગ...', ‘તેરી મીટ્ટી મે મીલજાવાં....' જેવા દેશ ભક્‍તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને વેરાવળ સેન્‍ટ મેરીના સ્‍કુલના વિધ્‍યાર્થીઓ દ્રારા બેન્‍ડના કાર્યક્રમનું પણ સુંદર નિદર્શન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્રારા ૧૧૦૦/- જેટલા રાષ્ટ્રધ્‍વજનું વિતરણ કરવામાં આવેલ હતું તથા જાહેર જનતાને પોતાના ઘરે આ તીરંગો લહેરાવવા આહવાન કરવામાં આવેલ હતું. રાષ્‍ટ્રભકિત ગીતોનું રસપાન કરાવતા આ કાર્યક્રમનું સુચારૂ આયોજન અને વ્‍યવસ્‍થા વેરાવળ સીટી પોલીસ દ્રારા ભારે જહેમતથી હાથ ધરવામાં આવેલ. અને વેરાવળની જાહેર જનતાએ ભારે ઉત્‍સાહ સાથે સમગ્ર કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. વેરાવળ સેવા સંઘના પ્રમુખે આભારવિધી કરી હતી.

(12:06 pm IST)