Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદર એનએસયુઆઇ દ્વારા શહીરોને શ્રધ્‍ધાંજલી

પોરબંદરઃ એનએસયુઆઇ ટીમે ભારતનું પ્રતિક ચિન્‍હ અશોક સ્‍તંભ શહિદ પરિવારને આપીને શહિદ પરિવારના ત્‍યાગ અને બલિદાનને જીવનભર દેશ યાદ રાખશે. તેમ જણાવીને શહીદોને શ્રધ્‍ધાંજલી અર્પી હતી. ૧૫ મી ઓગસ્‍ટ આઝાદી દિવસે ૧૯૪૭ ના રોજ સ્‍વતંત્રતાના લડવૈયાઓથી અંગ્રેજોએ દેશ છોડ્‍યો હતો ભારતને આઝાદી મળી હતી હજુ પણ દેશ માટે જેમણે બલિદાન અને ત્‍યાગ આપ્‍યા છે તેવા સૈનિકોને અને સ્‍વતંત્રતાના લડવૈયાને દેશ કાયમી માટે યાદ કરતું આવ્‍યું છે આજના દિવસની ઉજવણી પોરબંદર એનએસયુઆઇ એ શહિદોને યાદ કરીને ઉજવ્‍યો હતો. જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ, ગુજરાત એનએસયુઆઇ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા, બીરજુ શિંગરખિયા, દિક્ષિત પરમાર,દિવ્‍યેશ સોલંકી, ચિરાગ ચાંચિયા,રાજ પોપટ,હર્ષ ગોહેલ, સહિત એનએસયુઆઇ ટીમ તેમજ છાયા નગર પાલિકાના પૂર્વ કાઉન્‍સિલ જીગનેશભાઇ છોલવાડા તેમજ કમલેશભાઇ ચુડાસમા અને નિવૃત આર્મીમેન હરિશભાઇ ડોડિયા સાથે જોડાયા હતા. શહીદોને અંજલી આપવામાં આવી તે તસ્‍વીર.

(12:06 pm IST)