Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જૂનાગઢ જિલ્લામાં બે દિવસમાં ૭ મહિલા સહિત ૮૪ શકુની ઝબ્‍બે

જુગારીઓ પાસેથી રૂા. ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬ : જૂનાગઢ જિલ્લામાં બે દિવસમાં પોલીસે ૭ મહિલા સહિત ૮૪ શકુનીને રૂા. ૧.૮૮ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

જૂનાગઢ શહેર-જિલ્લામાં જુગારની પ્રવૃતિને ડામવા માટે પોલીસે કમર કસી છે. જેના ભાગરૂપે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા બે દિવસમાં પોલીસે જૂનાગઢ એ ડીવીઝન વિસ્‍તારમાંથી ૪ જુગારીને રૂા. ૧૦,૭૦૦ સાથે અને બી ડીવીઝન એરિયામાંથી ૭ મહિલા સહિત ૧૧ જણાને રૂા. ૧૯ હજારની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આ ઉપરાંત વિસાવદરનાં વેકરીયા ગામે, ભેસાણના છોડવડીમાં, કેશોદના રાણીંગપરા, વંગલીના કણઝા, માણાવદરના કણઝા ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડયા હતા.

તેમજ માંગરોળ ટાઉનમાં બે જગ્‍યાએ તથા શીલનાં સીતી ગામે, માળીયા તાલુકાના  જુથલ તેમજ બીલખા, કેશોદના બાલાગામ, વંથલીના વાડલા ગામે પોલીસે જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી.

આમ, પોલીસે જૂનાગઢ જિલ્લામાં ૭ મહિલા સહિત કુલ ૮૪ શખ્‍સોને રૂા. ૧,૮૮,૧૭૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:54 am IST)