Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સોમનાથ મંદિર પરિસરમાં ધ્‍વજવંદન

 વેરાવળ-પ્રભાસ પાટણઃ સોમનાથ મંદિર રાષ્ટ્રીય તીર્થ છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ, ૭૬ માં સ્‍વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ તેમજ મધ્‍યાહ્ન શૃંગાર ત્રીરંગા પુષ્‍પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્‍વજવંદનᅠ ટ્રસ્‍ટી જે ડી પરમાર સાહેબના વરદ હસ્‍તે યોજાયેલ, જેમાં સોમનાથ સુરક્ષા સ્‍ટાફ, ટ્રસ્‍ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, યાત્રીકોᅠઉપસ્‍થિતᅠરહ્યા હતા.મંદિર પી.આઇ. હીંગળોદીયાᅠએ પરેડ નું સંચાલન કરેલ હતું.ᅠધ્‍વજ વંદન સાથે ભારત માતાની વંદના, સરદારશ્રી નેᅠપુષ્‍પાંજલીᅠસહિતના કાર્યક્રમો યોજાયાᅠહતા. આ પ્રસંગે સ્‍વત્રંતતા સંદેશ આપતા ટ્રસ્‍ટી જે ડી પરમારે આઝાદીની ચળવળમાં સામેલ પ્રભાસ પાટણના સ્‍વાતંત્ર્ય સેનાનીઓનેᅠ ખાસ યાદ કરેલા, સાથે જ દેશ, પ્રદેશ, માતૃભૂમી ના સન્‍માન અને ગૌરવ અંગે ઉંડાણમાંᅠસમજાવેલ હતું. ખાસ સોમનાથ ની ભૂમીᅠમાં જન્‍મ લેનાર લોકોને આ સ્‍થાનનું વિશેષ ગૌરવ હોય તેવુંᅠજણાવેલ હતું. સાથે જ સોરઠના સિંહ અને અખંડ ભારતની મહત્‍વતા સમજાવી હતી.ᅠ ધ્‍વજ વંદન માંᅠટ્રસ્‍ટના કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્‍થિતᅠરહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ-વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:51 am IST)